Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
| સંસ્થાનું મકાન જોગીવાડામાં પાણીની ટાંકી પાસે આવેલા ઊંચા ઓટલાવાળી પોરવાડની વાડી હતી. } વચ્ચે ઘટાદાર લીંબડાનાં પાંચ-સાત વૃક્ષો હતાં.
ચારે બાજુ મોટી પડાળીને વાંસના ખાપોટિયાથી જડી આઠથી દસ રૂમ ઉતારવામાં આવ્યા હતા.' jપાણીનું મોટું વિશાળ ટાંકું હતું. વચ્ચે મોટો ચોક હતો. ! તમન્નાશીલ, આદર્શવાદી, વિચારક યુવાન શ્રીપ્રભુદાસભાઈએ આ સંસ્થા કેવી રીતે આદર્શ બને તેમાં માટે જે કાંઈ કરી છૂટવું પડે તે કરી છૂટવાની ગણતરીએ સ્થાપી હતી. સંસ્થાનો વિદ્યાર્થી ખડતલ, બુદ્ધિશાળી, પરિશ્રમી, વિચારક અને સ્વતંત્ર મિજાજનો થાય એવી તાલીમ આપવાની દૃષ્ટિથી આ સંસ્થા સ્થાપેલી. પ્રારંભમાં તેમણે આઠથી દસ વિદ્યાર્થીઓ જ રાખ્યા હતા. તેના નિત્યક્રમ, નિયમો અને અભ્યાસક્રમ ખૂબ | જ ચીવટપૂર્વક ઘડયા હતા. . આ સંસ્થામાં દરેક વિષયના વિશિષ્ટ વિદ્વાન અધ્યાપકો રોકવામાં આવેલા. રસોઈયા, નોકર-ચાકર | કે કારકુનનો ખર્ચ બિલકુલ રાખવામાં આવ્યો ન હતો. વિદ્યાર્થીની જમવાની વ્યવસ્થા આજની બોર્ડીંગ, છાત્રાલય કે ગુરુકુળ કે હોસ્ટેલની માફક ન હતી. ઘરની જેમ જ ખાવા-પીવાની પૂરતી છૂટ હતી. સવારે દરેક વિદ્યાર્થીને પૂછવામાં આવે કે તમારે કેટલું દૂધ જોઈએ ? વિદ્યાર્થી પોતાની ઇચ્છા મુજબ અડધો શેર, દોઢ શેરી 1જેટલું કહે તેટલું તેને તાજું દૂધ આપવામાં આવતું. ઘી માટે પણ બે રૂપિયા ભાર (૫૦ ગ્રામ / ૧૦૦ ગ્રામ) ! કે ચલાણું (નાની વાટકી) મર્યાદિત ન હતું. ઘીનો લોટો કે ઝારી સૌની આગળ મૂકવામાં આવતી. જેને જેટલું ! જોઈએ તેટલું લે. દૂધ-ઘી-ખોરાક ઉપર જરાયે પ્રતિબંધ-લીમીટ ન હતી. | બોર્ડીંગમાં વાસણ, રસોઈ, સાફસૂફી વ. કામ માટે વિદ્યાર્થીઓ પોતે જ પંદર દિવસનો કાર્યક્રમો Tગોઠવી કાઢતા. અને તે મુજબ તેઓ બધું કામ કરી લેતા. પાણી ભરવાનું, રસોઈ કરવાનું, વાસણો! 1માંજવાનું, સફાઈ કરવાનું, કપડાં ધોવાનું વ. બધાં કામ વિદ્યાર્થીઓ જાતે કરતા. બોડીંગમાં અનાજ, શાક, અન્ય ચીજોની ખરીદી પણ વિદ્યાર્થીઓ જાતે કરતા. અને તેનો હિસાબ-કિતાબ પણ જાતે રાખતા. આ રીતે વિદ્યાર્થીઓમાં કુટુંબભાવના, પરસ્પર પ્રેમ, અને સ્વાશ્રયની તાલીમ આમ બધું શિક્ષણ મળતું. | દર પખવાડિયે એક દિવસ એક જ દ્રવ્ય ખાઈને રહેવાનું અને ઓછામાં ઓછા ખર્ચે કેમ રહી શકાયT
તેની પણ તાલીમ આપવામાં આવતી. 1 ધાર્મિક અભ્યાસમાં પાંચ પ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને છ કર્મગ્રંથ આ રીતે |
પરાપૂર્વથી પાઠ્યક્રમ ગોઠવાયેલો છે. શિક્ષણનો ક્રમ અહીં અલૌકિક હતો. સૂત્રો ગોખાવ્યા વગર, જીવવિચાર! દિંડક, નવતત્ત્વ વ. ની ગાથાઓ વિના તેના છૂટા બોલ યાદ કરી આંગળીના વેઢે જીવન પ૬૩ ભેદ, નવતત્ત્વની સમજ, દંડકના ૨૪ દ્વાર, લધુસંગ્રહણીની નદીઓ વ. ની ગણતરીઓ અને કર્મગ્રંથના બધા છૂટા બોલ શીખવાડવામાં આવતા. પંચસંગ્રહ એક જ ગ્રંથ ગાથાઓ સાથે મેં આ સંસ્થામાં મુખપાઠ કર્યો છે. બાકી ; કર્મગ્રંથ આદિ બધા વિષયો ગાથા વિના શીખવાડવામાં આવ્યા હતા.
આ જ રીતે ઇંગ્લીશના વિષયમાં પાઠમાળા, સ્ટોરીઝ ફ્રોમ ટાગોર, નેપોલિયન બોનાપાર્ટ, ગોલ્ડની 'ડીડઝ વ. પુસ્તકો દ્વારા અંગ્રેજીનો અભ્યાસ કરાવવામાં આવતો. ઇંગ્લીશ ભાષાને ભાષાની દૃષ્ટિ શીખવાડવામાં આવતી. જેથી વિદ્યાર્થીઓ ઇંગ્લીશનાં કોઈ પણ ગમે તે પુસ્તકો વાંચી-સમજી શક્તા. ===============================
મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - - - - --
"A.
૧૦]
|