Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
|કરવાનો હતો. મેં અમારા મહેસાણા પાઠશાળાના મેનેજર દુર્લભજીભાઈને ખૂબ ખૂબ વિનંતી કરી કે “આ| મારો નાનો ભાઈ દસ વર્ષનો છે. તેને પાટણ મુકવા જવા માટે મને રજા આપો.” મેનેજરે મને સાફ ના પાડી. એટલું જ નહિ પણ, “જો તમે જશો તો ફરી તમને સંસ્થામાં દાખલ કરવામાં નહિ આવે.” મેં એમના હુકમનો અનાદર કર્યો અને હું પાટણ ગયો. અગાઉથી કરેલી ગોઠવણ મુજબ તેને બાલાશ્રમમાં દાખલ કર્યો. અને હું પાટણમાં જોગીવાડે શામળાજીના દેરાસરમાં દર્શન કરવા ગયો. રસ્તામાં નંદલાલ પ્રેમચંદ નામનો વિદ્યાર્થી મળ્યો. તેના પિતા મહેસાણામાં પાઠશાળામાં કોઠારી હતા તે નાતે મારો પરિચય હતો. પાટણમાં Iતે જે વિદ્યાભવનમાં ભણતો હતો ત્યાં હું તેની સાથે ગયો. વિદ્યાભુવનમાં તે વખતે આઠ વિદ્યાર્થીઓ હતા. I તેના સંચાલક મુરબ્બી શ્રીપ્રભુદાસભાઈ હતા. તેમને હું મળ્યો, અને વિનંતી કરી કે મને રાખો તો હું અહીં ! આવું.” તેમણે કહ્યું કે “રાખવામાં કોઈ વાંધો નથી, પણ મહેસાણા પાઠશાળાના સંચાલક શેઠ વેણીચંદ સુરચંદની રજા લઈ આવો તો રાખી શકાય. તેઓ હાલ પાટણમાં રાચકાવાડામાં નિશાળના પાડામાં છે. હું
ત્યાં પહોંચ્યો, તેમને મળ્યો અને તેમને કહ્યું કે હું મારા ભાઈને પાઠશાળામાંથી રજા લીધા વિના પાટણ મૂકવા |આવ્યો છું, અને અહીં પ્રભુદાસભાઈના વિદ્યાભવનમાં રહેવા માંગું છું. આપ મને ત્યાં રહેવા સંમતિ આપો. । તેમણે સંમતિ આપવા ના પાડી અને વધુમાં કહ્યું, “તું બાળક છે. આ નવી સંસ્થા છે. તેનો ભરોસો શો ? કેટલા દિવસ ચાલશે ? તું રખડી પડીશ.” પણ કોણ જાણે તેમની વાત મને ગળે ન ઉતરી. મેં ખૂબ આજીજી કરી કે આપ સંમતિ આપો, પણ તેમણે ન આપી. હું મહેસાણામાં બિરાજતા તે વખતના શ્રી મંગળવિજ્યજી મ. ને મળ્યો. તેમણે પણ મહેસાણામાં રહેવા આગ્રહ રાખ્યો.
હું મારા પિતાને લઈને મહેસાણા ગયો. ત્યાંના નગરશેઠ જોઈતારામને તે મળ્યા. તેમણે વેણીચંદભાઈને I મળીને સંમતિ અપાવી. આ સંમતિ મળતાં મને ખૂબ આનંદ થયો.
૮. પાટણ વિધાભુવનમાં પ્રવેશ
વિ.સં. ૧૯૭૯માં હું વિદ્યાભુવનમાં જોડાયો. આ સંસ્થાના ઓનરરી સેક્રેટરી મારા પિતાના ફોઈના [દીકરા પાટણના વતની સ્વરૂપચંદ વસ્તાચંદ હોવાથી મને દાખલ થવામાં બહુ મુસીબત ન પડી. જીવનનું નાવ | રત્નસાગરજી વિદ્યાલય, પૂના સપરમેનામાં નોકરી, અને મહેસાણા પાઠશાળાના વંટોળમાંથી પસાર થઈ જુદી દિશા તરફ વળ્યું.
,
વિદ્યાભુવનનો પરિચય
પં. પ્રભુદાસ બેચરદાસ પારેખે, પૂ. આ. વિજ્યનીતિસૂરીશ્વરજી મ. અને સદ્ગુણાનુરાગી સન્મિત્ર કપુરવિજ્યજી મ. ની પ્રેરણા અને ઉપદેશથી પાટણની વિદ્યાભવનની સંસ્થા વિ.સં. ૧૯૭૮માં શરૂ કરેલી. | [હું જાણું છું તે મુજબ શરૂઆતમાં કર્પૂરવિજ્યજી મ. ની પ્રેરણાથી ગોધાવી નિવાસી શ્રી ત્રિભોવનદાસે રૂ।. | |૧૬૦૦૦/- આપ્યા હતા. ત્યારબાદ બીજી જુદી જુદી મદદથી આ સંસ્થા ચાલુ રહી હતી.
I
ગાંધીવાદના આદર્શને સામે રાખીને, જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવવાના ઉદ્દેશથી આ સંસ્થા સ્થપાયેલી.
પાટણ વિદ્યાભુવનમાં પ્રવેશ]
[૯