Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
-
જ્યારે મગનલાલ એવા અડગ રહ્યા કે હું પાંત્રીસીના પંચની સાથે વાત કરીને આવ્યો છું તેથી વચન ખાતરી હું તે જ પંચમાં રહીશ. કોઈ નહિ આવો તો મારું કુટુંબ તે પંચમાં એકલું રહેશે. અને તે એકલા પાંત્રીસીમાં! Jરહ્યા. બાવીસી-પાંત્રીસીના બંને ગોળની આ સ્થિતિ લગભગ પચાસ વર્ષ રહી. અને ત્યાર પછી આ બંને ! પંચો ભેગા થયા અને બંને પંચનું નામ બાવીસી-પાંત્રીસી પડ્યું. આજે તો સમગ્ર પંચ શીર્ણ-વિશીર્ણ છે.
૫. રત્નસાગરજી બોડીંગમાં વિધાર્થી મારા પિતાશ્રી મારી માતાના મૃત્યુ બાદ વિ.સં. ૧૯૭૬માં મને સૂરત રત્નસાગરજી બોર્ડીગમાં દાખલા કિરવા સૂરત લઈ આવ્યા. આ સમયે સૂરત સમૃદ્ધ શહેર હતું. બોર્ડીગના વહીવટકર્તા તરીકે ઝવેરી મોતીચંદ ગુલાબચંદ અને ગુલાબચંદ વકીલ હતા. ઝવેરી મોતીચંદ ગુલાબચંદની ભલામણથી મને બોર્ડીગમાં દાખલ કરવામાં આવ્યો. તે વખતનો એક પ્રસંગ મને યાદ આવે છે. આ બોર્ડીગમાં દાખલ થનાર વિદ્યાર્થીને ઓઢવાપાથરવાનું પોતાના ઘેરથી લાવવાનું હતું. મારા પિતા જયારે મને મૂકવા આવ્યા હતા ત્યારે ઘેરથી આવું કોઈ સંસાધન લાવ્યા ન હતા. સૂરતમાં ફૂલચંદ કસ્તુરચંદ ઝવેરી મોટા આગેવાન - સદ્ગૃહસ્થ હતા. અને તેમના | નાના ભાઈ ભાઈચંદભાઈ આ બોર્ડીંગની કાર્યવાહક કમિટિના સભ્ય હતા. સાકરચંદ તલકચંદ મારા કાકાશ્રીના. મદ્રાસની પેઢીના શેઠ હતા. અને ફૂલચંદ કસ્તુરચંદ તેના ભાગીદાર હતા. મારા પિતાશ્રી તેઓને મળ્યા, અને ! કહ્યું કે આ છોકરાને હું બોર્ડીગમાં દાખલ કરવા લાવ્યો છું. ઓઢવા પાથરવાનું નથી લાવ્યો તેથી હું તમારી પાસે લેવા આવ્યો છું. તેમની પાસે બેઠેલા એક ભાઈએ કહ્યું કે, “તમે ગાદલાં-ગોદડાં જેવી નજીવી માગણી
શા માટે કરો છો ? સો-બસો રૂપિયા માગશો તો પણ શેઠ તમને જરૂર આપશે.” ત્યારે મારા પિતાએ કહ્યું Iકે, “મારે પૈસાની જરૂર નથી. મારે જરૂર છે માત્ર ગાદલાંની. અને તે પણ ભીખ તરીકે નહિ, સંબંધ તરીકે] lમાગું છું. છોકરો વેકેશનમાં ઘેર આવશે ત્યારે ઘેરથી ગાદલું લેતો આવશે અને તે વખતે તેમનું આપેલું તેમને ! પાછું સોંપી દઈશું.” શેઠને વાત કરતાં તરત વ્યવસ્થા થઈ અને વેકેશન બાદ પરત પણ કર્યું. શેઠ ખુશ થયા. ! i રત્નસાગરજી બોર્ડીગના અભ્યાસકાળ દરમ્યાન ત્યાં આયંબિલની ઓળીમાં શ્રીપાલ રાજાનો રાસ | વિંચાતો. આ રાસ વાંચતાં ધવલશેઠ-શ્રીપાલરાજાના પ્રસંગોએ શ્રીપાળને જે દુ:ખ પડતું તે દુઃખ સાંભળી તે | વખતની સ્થિતિનો તાદશ ચિતાર હૃદયમાં ઘોળાતો અને રાતે હું ઝબકીને જાગી જતો તેનો આછો ખ્યાલ છે. I
આ બોર્ડીંગ હાલમાં નેમુભાઈની વાડીનો ઉપાશ્રય છે તેના પાછળના રસ્તે એક વાડીમાં હતી અને થોડો વખત ગુલાબચંદ વકીલના ઘરની સામેં હતી. બોર્ડીગમાં તે વખતે ગૃહપતિ તરીકે અમદાવાદ પાડાપોળમાં ! Jરહેતા હીરાલાલ માસ્તર હતા. પછી તે વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્ય હેમંતવિજયજી મ. બન્યા અને Iછેલ્લે હીરસૂરિ બન્યા.
રત્નસાગરજી બોડીંગમાં મારી તબિયત નરમ થઈ. હું ઘેર પાછો જવા નીકળ્યો. અમદાવાદનું જૂનું ! jરેલવે સ્ટેશન હતું. હું સાંજે ઊતર્યો. ઉંમરે આશરે ૧૧-૧૨ વર્ષની હશે. અમદાવાદમાં સગા-વહાલાં કે અન્ય કોઈને હું ઓળખતો નહોતો. સ્ટેશનના મુસાફરખાનામાં શેતરંજી પાથરીને સૂઈ રહ્યો. શરીરમાં તાવ હતો.j પોલીસે રાતે બે-ત્રણ વખત ઊઠાડ્યો હશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજેથી ત્રીજે એમ કરતાં ! સવાર પડ્યું ત્યાં સુધી હું મુસાફરખાનામાં રહ્યો. ત્યારબાદ પાટણ લોકલમાં બેસી મારે ઘેર રણુંજ ગયો.'
=============================== રત્નસાગરજી બોડિંગમાં વિદ્યાર્થી]
ક