Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
| વિક્રમ સંવત ૧૯૭૪-૭૫માં બન્ને ચોમાસામાં મુનિઓ પૂ. આ. નીતિસૂરીશ્વરજી મહારાજના
સમુદાયના હતા. અમે જયારે પાટણ જતાં ત્યારે ખેતરવસીના પાડે બિરાજતા પૂ.પં. ભાવવિજયજી ગણિવર! | (જે નીતિસૂરીશ્વરજી મહારાજના ગુરુ હતા) ની આગળ આ બન્ને મુનિઓની પ્રવૃત્તિની વાત કરતાં. તેમાં 'અમારું વલણ હંમેશાં મંગળવિજયજી મ.ની સ્તુતિ તરફ રહેતું.
પાટણમાં એ સમયે દશા, વિશા વિગેરેની જ્ઞાતિઓનાં જમણ થતાં. આ જમણ આખો વૈશાખી 1મહિનો ચાલતાં. આથી ઉનાળાની રજાઓમાં અમારે મોટે ભાગે પાટણ ખેતરવસીના મહોલ્લામાં આવેલા 'મારા પિતાશ્રીના ફોઈના ઘેર અથવા કેલશેઠના પાડામાં આવેલ મારા પિતાશ્રીના માસીના ઘેર રહેવાનું! બનતું. આ ઉપરાંત માસીની દીકરી નાથીફોઈ અને મોટા ફઈબાના દીકરી હરકોર ફોઈનાં ઘર હતાં. આ બધાં અમારા તરફ ખૂબ પ્રેમાળ હતાં. જેને લઈ હું નાનપણમાં પાટણ જતો અને ત્યારે પૂ.પં.ભાવવિજયજી ગણિવર પાસે જઈ અમારા ગામમાં ચાલતી ધાર્મિક પરિસ્થિતિની વાત કરતો.
3. જ્ઞાતિની વસતી, કુટુંબ પરિચય અને જ્ઞાતિ-ગોળ
રણુંજમાં વિશાશ્રીમાળી અને દશાશ્રીમાળી જૈનોનાં ઘર છે. વિશાશ્રીમાળી જૈનોનાં ૩ કુટુંબોનો વસ્તાર છે. અને દશા શ્રીમાળી જૈનોનાં ૨ કુટુંબોનો વસ્તાર છે.
| દશા શ્રીમાળી ૨ કુટુંબો પૈકી જૂનું કુટુંબ ઝવેરચંદ હંસરાજનું છે. જે અહીંયા મણુંદથી રહેવા આવેલ.! Iબીજું અમારું ગાંધી કુટુંબ. એ પાટણથી વિ.સં. ૧૯૧૦ આસપાસ આવેલ. ગાંધીવટાનો ધંધો કરવાને કારણે રણુંજમાં આવ્યા પછી અમારા કુટુંબની અટક ગાંધી પડેલ. પાટણમાં અમારા કુટુંબની અટક પ્રથમ દોશી અને પછી પટવા પડેલી.
અમારું મૂળ સ્થાન પાટણ ઢંઢેરવાડામાં હતું. હું જ્યારે મારા પિતાની સાથે નાનપણમાં પાટણ જતો ! ત્યારે પીપળાની શેરીમાં રસ્તા ઉપર પીપળો વિગેરે વૃક્ષો ઉગેલાં એવું એક મકાન મને બતાવવામાં આવ્યું.' અને કહેવામાં આવતું કે પાટણના મૂળ વતનનું આપણું આ મકાન છે. આ મકાનમાં પાર્શ્વનાથ ભગવાનનું ! iગૃહચૈત્ય હતું. આનો ઉલ્લેખ “પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. આજે અમલનેરમાં વસતાં દગડુશાહના |સંતાનીઓ શ્રી રતનચંદ વિગેરે છે. અને બીજાં પાટણ વાગોળના પાડામાં રહેતાં કેટલાંક કુટુંબો છે. વધુમાં | પાલીતાણા મોતીશાની ટુકંમાં ભમતીમાં અમારા કુટુંબની કરાવેલી દેરીઓમાં તેમનાં નામોનો ઉલ્લેખ છે.
વિક્રમ સંવત ૧૯૩૨ સુધી લગ્ન અને કન્યા લેવડદેવડનો અમારો વ્યવહાર પાટણ સાથે હતો.' રણુંજમાં અમારા કુટુંબનો ધંધો બે જાતનો હતો. ૧ સુતરાઉ દોરાનાં પડીકાં વણકરોને વણવા આપવા અને ન તેમને મજૂરી આપીને તેમની પાસેથી વણેલું કાપડ લેવું, તથા ૨ ગાંધીવટું કરવું. બધા વ્યાવહારિક પ્રસંગો] 'પાટણમાં થતા. વિ.સં. ૧૯૩૬માં અમારા કુટુંબના કેટલાક સભ્યો દશા શ્રીમાળી જ્ઞાતિમાં બાવીશીના પંચમાં! !જોડાયા અને એક કુટુંબ પાંત્રીસીના પંચમાં જોડાયું. જયારે કેટલાક પાટણમાં જ રહ્યા. | બાવીસી પાંત્રીસીમાં જોડાયા પછી અમારો પાટણ સાથેનો વ્યવહારિક સંબંધ ઓછો થયો. પણ ; 'અમારી જ્ઞાતિના પંચમાં પાટણવાળા તરીકે જાણીતા અને પાટણમાં પાટણના મટી ગામડાના-રણુંજના તરીકે jજાણીતા બન્યા. આ હતી અમારા કુટુંબની સ્થિતિ..
=================== જ્ઞાતિની વસતી, કુટુંબ પરિચય અને જ્ઞાતિ-ગોળી - - - - - - - - - - - - - - -