Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
૨. વતનનો ટૂંક પરિચય મહેસાણાથી પાટણ જતાં મણુંદરોડ (હાલનું રણુંજ) સ્ટેશન આવે છે. આ સ્ટેશન જંક્શન છે. ત્યાંથી; Tએક રેલવેલાઈન પાટણ અને બીજી લાઈન ચાણસ્મા હારીજ તરફ જાય છે. ગામ સ્ટેશનથી બે ફર્લોગ દૂર
છે. આ ગામમાં બ્રાહ્મણ, વાણિયા, પાટીદાર, ચૌધરી અને મુસ્લીમોની વસતી મુખ્ય છે. આ ગામ રણુંજા : અને તેની આસપાસનાં મણુંદ, સંડેર, કંથરાવી વગેરેનો ઉલ્લેખ ૧૫મા સૈકાના ગ્રંથોમાં પણ મળે છે.
ગામમાં જૂના વખતનું દેરાસર, ઉપાશ્રય છે. હાલ મૂળનાયક અજિતનાથ ભગવાન છે. માણિભદ્રવીરનું પ્રાચીન સ્થાનક છે. જૂનું દેરાસર બે માળનું હતું. ઉપર અજિતનાથ ભગવાન અને નીચે શાંતિનાથ ભગવાનની મૂળનાયક હતા. દેરાસરને અડીને માથે અડે તેવો જીર્ણ ઉપાશ્રય હતો. બાબુ પન્નાલાલ તરફથી આજે તે! જીર્ણોદ્ધાર થઈ નવો બંધાયેલ છે. નીચે સાધ્વીજી મહારાજ અને ઉપર સાધુ મહારાજ ઉતરે તેવી અલગ
અલગ વ્યવસ્થા છે. જૂનું દેરાસર ઘરદેરાસરની પદ્ધતિનું હતું. તે જીર્ણ બની જતાં નવું દેરાસર બંધાવવામાં jઆવ્યું અને તેની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૬૫માં થઈ હતી. તેમાં મૂળનાયક તરીકે અજિતનાથ ભગવાન બિરાજમાન | Iકરવામાં આવ્યા. પણ શાંતિનાથ ભગવાનને મૂળનાયક તરીકે પધરાવવાની વ્યવસ્થા ઘણાં વર્ષ સુધી ન થઈI 1શકી.
પ્રતિષ્ઠા બાદ પચ્ચીસ વર્ષ બાદ દેરાસરને અડીને એક ખાડા જેવી જગ્યા હતી. તેને વ્યવસ્થિત કરી, jએક ઓરડી બાંધી મૂળનાયક શાંતિનાથ ભગવાનને બેસાડ્યા, પણ ગામલોકોને સંતોષ ના થયો અને અત્યારેj
તે જૂના દેરાસરની જગ્યામાં એક નાનું નવું મંદિર ઊભું કર્યું છે. અને ત્યાં હમણાં થોડાં વર્ષ અગાઉ| Iભગવાનની પ્રતિષ્ઠા પૂ. પંન્યાસ અશોકસાગરગણિની નિશ્રામાં કરાવી છે.
રણુંજ ગામ જૂના વખતથી રૂ, ગોળ, કરિયાણાના વેપારનું મથક હતું. ત્યાં આસપાસના ગામના jલોકો ખરીદી કરવા આવતા. અહીં જૂના વખતમાં બે જીન, લાકડાની લાતીઓ અને છીંકણીનાં કારખાનાં
હતાં. ગુજરાતી (પ્રા.) શાળા, કન્યાશાળા, લાયબ્રેરી, દવાખાનાં વગેરે બાબતોમાં પણ બીજાં ગામડાં કરતાં! વિશેષ સુવિધા હતી. પરંતુ છેલ્લા પંદર-વીસ વર્ષથી તેની સ્થિતિમાં પલટો આવ્યો છે. એક બીજાં ગામોનેT જોડતા પાકા રસ્તાના અભાવે તથા અંદરોઅંદરના કુસંપને કારણે તેની જાહોજલાલી, વ્યાપાર ધીમો પડ્યો. છે અને આ વ્યાપાર પાટણ અને ઉંઝા તરફ વધુ વિકસ્યો છે. છતાં પ્રમાણમાં ગામમાં ઉજળામણ છે. '
અહીં જૈનોના ૬ ઘર હતાં. અહીં મુસ્લિમોની વસતી વધુ ખરી, પરંતુ સો સવાસો વર્ષ પહેલાં! તેઓ બધા પાટીદાર કોમમાંથી મુસ્લિમો બનેલા. અને તેમની વંશ-પેઢીઓ ગામના બીજા પાટીદારો સાથે ચાર-પાંચ પેઢીએ મળી જતી હતી. ઘાંચીના સો ઘર હતાં છતાં મહાજનના વર્ચસ્વને કારણે ચોમાસાના ચાર મહિના તેમની ઘાણીઓ, છીપાઓના રંગારા અને ચમારોનાં કુંડાં બંધ રહેતાં. કોઈ જાતની હિંસા ન થતી.
. મારી દસ વર્ષની ઉંમરે મારા ગોઠિયા, સહાધ્યાયી કે મિત્રો કહો તે કસ્તુરચંદ ડાહ્યાચંદ, પોપટલાલ! નગીનદાસ, શકરચંદ કંદોઈ વગેરે હતા.
રણુંજમાં પંચમ્મી વસતી હોવાથી જૈન સિવાય ઘાંચીમાં શીવલાલ, પટેલમાં નરસીદાસ અને મુસ્લિમમાં! | ગનીભાઈ વગેરે મિત્રો હતા. ====== =====
=== વતનનો ટૂંક પરિચય.
- - -
||
I
—
—
—
|
|
|