Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 8
________________ I ૐ નમઃ પાર્શ્વનાથાય મારાં સંસ્મરણો આ યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા ૫. મફતલાલ ઝ. ગાંધી ( વિભાગ - ૧ | ૧. જીવનની ઘટમાળનું વિહંગાવલોકન જીવનનો દોર કઈ દિશા તરફ વહેશે અને ક્યાં સુધી ઊંચો ચઢશે કે પછડાટ ખાશે તેની માનવીને ભાગ્યેજ ખબર હોય છે ! મારા જીવનમાં પણ આવું ઘણું ઘણું બન્યું છે. | જીવનના સંધ્યાકાળે આ વિચારતાં કર્મનો સિદ્ધાંત યથાર્થ સમજાય છે. ક્યાં નાનું ગામડું, મારું વતન, ક્યાં ભલા ભોળા ભદ્રિક પિતા ! માતાને તો હું સમજમાં આવ્યો ત્યારથી જ મેં તેમને ચક્ષુવિહીન-! 3 અંધ જોયાં છે. ગામડા ગામમાં ધંધા રોજગાર વિનાના અને બાર મહિને નવ રૂપિયાના ભાડામાં રહેતા માતાપિતાને નિહાળ્યા છે અને તે નવ રૂપિયા પણ નહિ આપી શકવાના કારણે તેનો તકાદો થતો નિહાળ્યો છે.' સંસારના સગા-વ્હાલાના સ્વાર્થી સંબંધોનો આપત્તિકાળે નાનપણથી વિષમ અનુભવ કર્યો છે. | “કુણના રે સગપણ, કેહની માયા, કેહના સજ્જન સગાઈ રે, આપ સ્વાર્થ સૌને વહાલો, કુણ સજ્જન કુણ માઈ રે.” આ સજ્ઝાયની ઉક્તિનો સારા પ્રમાણમાં બાલ્યકાળમાં પરિચય થયો છે. સાંભળવા મુજબ વિ.સં. ૧૯૬૫ ના આષાઢ સુદ પૂનમના દિવસે મારો જન્મ, મારા મૂળ વતન j રણુંજથી બે ગાઉ દૂર મારા મોસાળ મણુંદમાં થયો હતો. તે વખતે મારા પિતાની ઉંમર ૪૬ વર્ષની હતી.i [પિતાનું નામ ઝવેરચંદ. માતાનું નામ હી માતાની ઉમર આશરે ૩૨ વર્ષની હશે. મારા પહેલાં મારાથી Tબે વર્ષ મોટો ભાઈ જન્મેલો. તેના રેશમી વાઘા જોયેલાનો મને આછો પાતળો ખ્યાલ છે. પરંતુ તે હું સમજણો! ' થાઉં તે પહેલાં જ ગુજરી ગયેલ. પછી મારાથી ત્રણેક વર્ષ નાનો ભાઈ મણીલાલ અને તેનાથી ત્રણ વર્ષ નાની! : એક બહેન હતી તે બહેન પણ બાલ્યકાળમાં જ મૃત્યુ પામેલી. વિ.સં. ૧૯૭૫ના ફાગણ સુદ-૧૫ના મારી માતાનું મૃત્યુ થયું તે વખતે મારી ઉંમર લગભગ દસT Jવર્ષ અને નાનો ભાઈ છ વર્ષનો હશે. પિતા એકલા અટુલા પડ્યા. મને બરાબર યાદ છે કે તે વખતે અમેT | અમારા ગામ રણુંજના કોટવાસમાં અંદર છેલ્લા ઘરમાં રહેતા હતા. દિવસે પણ બીક લાગે તેવું નિર્જન છે! સ્થાન હતું. નજીકમાં બોરડીની કાંટાળી ડાળીઓ અને આડેધડ ઉગેલાં ઝાડવાં તે નિર્જનતામાં વધારો કરતાં હતાં. કારણકે આ સ્થાન પડી ગયેલાં ઘરનું અવાવરુ સ્થાન હતું. ============ જીવનની ઘટમાળનું વિહંગાવલોકન I |

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 238