Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi
View full book text
________________
| દક્ષિણામૂર્તિનાં સરળ સંસ્કૃત પુસ્તકોના વાંચન દ્વારા સંસ્કૃતમાં પ્રવેશ કરાવ્યા બાદ ભાંડારકરની બેT Iબુકો, કાવ્યો અને જો વધુ તેજસ્વી વિદ્યાર્થી હોય તો તેને સિદ્ધહેમ વ્યાકરણ, પંચકાવ્ય, હીર સૌભાગ્ય,
દયાશ્રય કાવ્ય, વ. ગ્રંથો દ્વારા સંસ્કૃતમાં નિષ્ણાત બનાવવામાં આવતો. 1 જીવન-વ્યવહારના ઉપયોગી વિષયમાં ગણિત, દેશી નામું, વ્યાપારોપયોગી પાઠમાળા અને દેશના પ્રવર્તમાન વિષયોનું પદ્ધતિસરનું શિક્ષણ આપવામાં આવતું. લેખો લખવાની, કાવ્યો રચવાની તાલીમ આપવામાં આવતી.
ગુજરાતી સાહિત્યક્ષેત્રે વિદ્યાર્થી સારો વિકાસ કરી શકે તે માટે કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીના Íવ્યાકરણ ભાગ- ૧-૨-૩ દ્વારા ભાષા અને છંદોનું જ્ઞાન અપાતું. તે ઉપરાંત હિમાલયનો પ્રવાસ, i Jપ્રતિજ્ઞાયૌગંધરાયણ, મધ્યમનાટક, મેળની મુદ્રિકા, યાને મુદ્રારાક્ષર વગેરે ગ્રંથો દ્વારા ગુજરાતી સાહિત્યનોT વિશિષ્ટ અભ્યાસ કરાવવામાં આવતો.
આ સંસ્થામાં પાંચ વર્ષ ભણીને તૈયાર થયેલ વિદ્યાર્થી કાવ્યો બનાવી શકતો, લેખો લખી શકતો, વ્યાપારની આંટીઘૂંટી સમજતો, ધાર્મિક વિષયોની ચર્ચા કરી શકતો અને સંસ્કૃત-પ્રાકૃતનું વિશિષ્ટ જ્ઞાન મેળવવાના પ્રતાપે, પોતાની મેળે ભાષા પર કાબૂ આવવાના કારણે પ્રતિક્રમણાદિ સૂત્રોના અર્થ સ્વયં સમજી| શકતો. તેને માટે પ્રતિક્રમણ, નવસ્મરણ કે જીવવિચાર આદિ પ્રકરણોના અર્થ ગોખવાના રહેતા નહિ. !
પાટણમાં અભ્યાસગૃહ, જૈનમંડળ બોડીંગ, બાલાશ્રમ વગેરે ઘણી સંસ્થાઓ હતી. કસરત, લેખન, 1 અને વકતૃત્વમાં આ બધી સંસ્થાઓ વચ્ચે હરિફાઈ યોજાતી. આ બધામાં વિદ્યાભવનની સંસ્થા નાની હોવાનું Iછતાં દોડ, કુસ્તી, વકતૃત્વ અને લેખનમાં સૌથી મોખરે રહેતી. | પરમપૂજય આચાર્ય વિજયવલ્લભસૂરિ મ. પાટણ પધાર્યા ત્યારે અહીં ગુજરાનવાલા, વરકાણા, વ. સંસ્થાઓના વિદ્યાર્થીઓ આવ્યા હતા. તે સમયે પાટણની અન્ય અને અમારી વિદ્યાભવનની સંસ્થાની કસરતની Tહરિફાઈ યોજાયેલી. એમાં અમારી સંસ્થા પ્રથમ આવેલી. એમાં પણ હું દોડ, કસરત અને કુસ્તીમાં પ્રથમ lહતો. ( ટૂંકમાં વિદ્યાર્થીભવનમાં વિદ્યાર્થીને સર્વતો ગ્રાહી જ્ઞાન, સંસ્કાર અને તાલીમ આપવાની ગોઠવણ હતી. પાંચ વર્ષના ગાળામાં વિદ્યાર્થી ઘણું બધું ધાર્મિક જ્ઞાન, સંસ્કૃત, ઇંગ્લીશ, ગુજરાતી, સંગીત, લાઠી, લેઝીમ, કસરતો બધી બાબતોમાં આ સંસ્થાનો વિદ્યાર્થી મોખરે રહેતો. . આ સંસ્થામાં પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મ. પૂ. આ. નીતિસૂરીશ્વરજી મ. પૂ. આ.! વિજ્યવલ્લભસૂરીશ્વરજી મ. આદિ આચાર્યો પધારતા અને કલાકોના કલાકો સુધી વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનગોષ્ઠિ કરતા. સરદાર વલ્લભભાઈ, મણીલાલ કોઠારી, કાકા કાલેલકર વ. નેતાઓ આ સંસ્થામાં આવતા અને માર્ગદર્શન આપતા. પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસ, પંડિત ભગવાનદાસ, અર્થશાસ્ત્રી ત્રિકમભાઈ વ.] 1વિદ્વાનો દિવસોના દિવસો સુધી રહેતા. અને વિદ્યાર્થીઓ એમના જ્ઞાનનો લાભ લેતા.
સંસ્થાનો વિદ્યાર્થી નીડર બને તે માટે નદીના પટમાં રાતવાસો ગાળવામાં આવતો. બધા છોકરાઓ jએક નિશ્ચિત દિવસે સૂવાનું પાથરણું અને લાઠી વ. લઈ રાત્રે નદીમાં જતા. રાતે દસ વાગ્યા પછી બધા છોકરાઓ સૂઈ જાય. અને બે છોકરાઓ ચોકી કરતા. આમ વિભિન્ન રીતે વિદ્યાર્થીઓ ખડતલ અને નિર્ભય |
================================ | પાટણ વિદ્યાભવનમાં પ્રવેશ
- - - - - - - -
-
-
–