Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 15
________________ 1શરીરમાં ધખધખતો તાવ હતો. ઘેર કોઈ સંભાળ લેનાર ન હતું. છતાં પિતાની પરિચર્યાથી અને ઘરગથ્થુ lઈલાજથી હું સાજો થયો. બોર્ડીંગ છોડી ઘેર આવ્યો ત્યારે અભ્યાસ બે અંગ્રેજી સુધી હતો. સૂરતના વિદ્યાર્થી જીવનમાં મેં નેમુભાઈની વાડીમાં કમલસૂરિ મહારાજને અને માણેકમુનિને જોયેલા. ૬. પૂના સપરમેનામાં નોકરી વિ.સં. ૧૯૭૮માં મારા પિતાએ મારી તેર વર્ષની ઉંમરે મારી માતાના કાકા કેવળદાસને ભલામણ | Iકરી કે આ છોકરો ભણે તેમ નથી, અહીં તેની કોઈ સારસંભાળ લે તેમ નથી, તો તમે તમારી દુકાને - પૂના | મુકામે લઈ જાઓ. તેઓ મને પૂના સપરમેના લઈ ગયા. ત્યાં અમારી જ્ઞાતિના મણુંદના મૂળવતની શ્રી ! હકમચંદ મોતીચંદની કરિયાણાની દુકાન હતી. લશ્કરની છાવણીઓ સપરમેનામાં રહેતી. તેથી લશ્કરના માણસો ઉપરાંત તેની સેવા કરનારા બીજા પણ ત્યાં રહેતા. શેઠ હકમચંદ મોતીચંદ, પીતાંબર મોતીચંદ અને જગજીવન મોતીચંદ એમ ત્રણ ભાઈઓની દુકાન હતી. શેઠ હકમચંદ મોતીચંદને ત્યાં તે જમાનામાં દમણિયું રહેતું. તેનો ગાડીવાન ભિખ્ખ હતો. અહીં ! નોકરીમાં શાયદ ખાવું-પીવું અને પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યા. કામમાં ખાંડ, અનાજ વ. લઈ જવું! અને લાવવું વ. મને સોંપવામાં આવેલું. થોડો સમય વીત્યા બાદ એવું બન્યું કે બે ભાગીદારો શેઠ હકમચંદ | અને કેવળદાસ વચ્ચે મતભેદ થયો. કેવળદાસના સગા એવા મને રાખવો તેમને મુનાસિબ ન લાગ્યું અને T“ગઢવી ઘેરના ઘેર” એમ હું પાછો વતન - રણુંજ આવ્યો. આ વખતે મારી ઉંમર ૧૪ વર્ષની હતી. | ૭. મહેસાણા પાઠશાળામાં વિધાર્થી રણુંજમાં તે વખતે પિતા એકલા હતા. ઘરનું રાચરચીલું વેચી નિભાવ કરતા. કોઈક કારણસર મારે! મહેસાણા જવાનું થયું. તે વખતે મહેસાણામાં પૂ. મુનિરાજ મંગળવિજયજી મ. (પછીથી વિજ્યમંગળપ્રભસૂરિ) | મોટા ઉપાશ્રયે બિરાજતા હતા. પૂ. મુનિશ્રી મંગળવિજયજી મહારાજે વિ. સં. ૧૯૭૪માં અમારે ત્યાં રણુંજમાં ! ચોમાસું કરેલ. તે નાતે તેમનો પરિચય બાળપણમાં હતો. મંગળવિજયજી મ. મહેસાણામાં ભણવા રહ્યા હતા.1 તેમણે મને પાઠશાળામાં જોડાવા અને ધાર્મિક અભ્યાસ કરવા આગ્રહ કર્યો. પિતાને પૂછડ્યા વિના હું મહેસાણા, પાઠશાળામાં દાખલ થયો. અહીં તે વખતે વિદ્યાર્થી તરીકે આજના બુલાખીદાસ માસ્તર, હરગોવનદાસ ! સંપ્રીતચંદ માસ્તર અને મારા ગામના વતની ભાવસાર મણીલાલ ગુલાબચંદ પણ હતા. મેનેજર તરીકે દુર્લભદાસ કાળીદાસ અને શિક્ષક તરીકે લાલચંદભાઈ ગણેશ હતા. ઓફિસમાં જમનાદાસ અને ચીમનલાલ જેચંદ વ. હતા. થોડા દિવસ બાદ હાથે ખસ-ખુજલી થઈ. બીજાને ચેપ ન લાગે તે માટે ઓફિસની સામે જુદો રૂમ Jઆપ્યો. અહીં મહેસાણામાં મેં “અજિતશાંતિ' સુધી અભ્યાસ કર્યો. તે દરમ્યાન પાલીતાણા, તારંગા વ. ઠેકાણે ! કરેલી મુસાફરી અને તે વખતના કેટલાક પ્રસંગો આજે પણ જેવાને તેવા યાદ છે. [ આ અરસામાં મારો નાનો ભાઈ મણીલાલ કે જેને કમાણા ગામે મારાં માસીના ત્યાં મૂક્યો હતો તે ચાર ચોપડી ભણી ચૂક્યો હતો. તેને ગુજરાતી પાંચમા ધોરણમાં દાખલ કરી પાટણ બાલાશ્રમમાં દાખલ | =============================== ( [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા - - - - - - - - - - - - ! — — — — — — — — — — — — —

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 238