Book Title: Mara Sansmarno Yane 50 Varshni Jain Shasanni Aachi Ruprekha
Author(s): Mafatlal Jhaverchand Gandhi
Publisher: Mafatlal Jhaverchand Gandhi

View full book text
Previous | Next

Page 9
________________ માતાના મૃત્યુથી અમે બે ભાઈઓ નમાયા બન્યા. પાટણ પાસે ચેંબુવા ગામમાં પિતાનો ધંધો Jપરચુરણ-કરિયાણાનો હતો. આવી પડેલ આપત્તિને કારણે તે ધંધો પણ તેમણે બંધ કર્યો. આર્થિક પરિસ્થિતિ! ખરાબ હતી. ઘરમાં કોઈ રસોઈ કરનાર કે અમને સાચવનાર ન હતું. કુટુંબનાં સગાં હતાં, પણ કોઈ કામ ; આવે એવાં ન હતાં. | મણુંદમાં અમારાં માતામહી એકલાં રહેતાં હતાં. ખૂબ વૃદ્ધ હતાં છતાં તેમને અમારી ઉપર લાગણી! I થઈ. અમને સાચવવા તેઓ અમારે ત્યાં આવીને રહ્યાં. પણ અમે છઠ્ઠીના લેખ દુઃખના લખાવીને જન્મેલા. તે અમારા નસીબે માતામહી ફક્ત ચાર મહિના બાદ મૃત્યુ પામ્યાં. અમે ફરી નોંધારા બન્યા. અમને મદદ કરવી તે પણ સામેથી આપત્તિને વહોરવા જેવું સૌને લાગતું. છતાં અમારા પિતાના મોટાભાઈની વિધવા જેઠીબાને અમારી દયા આવી. તે પોતાના દિયરના દીકરાને પોતાના દીકરા ગણી આશ્રય આપવા આગળ આવ્યાં. પરંતુ નસીબ દુઃખથી ભરપૂર હોય તેમને સુખ ક્યાંથી મળે ? તેઓ પણ બે માસમાં મૃત્યુ પામ્યાં.. નજીકમાં મારા કાકાનું ઘર હતું. પરંતુ તેઓને અમારી પ્રત્યે એટલી લાગણી ન હતી. હવે અમને આશરો આપનાર કોઈ ન રહ્યું. જેમ કોઈ શ્રાપિત ઘરમાં વાસ કરનાર મૃત્યુ પામે તેમ અમારા જેવા કમભાગીને આશરો આપવો એ મોતને નોતરવા જેવું થાય તે સ્થિતિ અમારી થઈ. પિતાની ઉંમર એ વખતે પ૬ વર્ષની હતી. વાનું દર્દ હતું. આર્થિક સ્થિતિ ખરાબ હતી. વસ્તારમાં 'અમે બે ભાઈઓ. અમારા મોટા માસી વિસનગર પાસે આવેલા કમાણા ગામે રહેતાં હતાં. લાગણીથી તેઓ jમારા નાનાભાઈ મણીલાલને તેમની પાસે લઈ ગયાં અને રાખ્યો. હું ત્રીજી, ચોથી ગુજરાતીમાં ભણતો હતો. |માતાની સાર-સંભાળ નહિ. પિતા બધી રીતે ગુંચવાયેલા. એ જમાનામાં મહિને રૂપિયાના ભાડાવાળું ઘર પણ તેમને મોંઘું લાગ્યું. દેરાસરની સામે તેમણે એક ઓરડી ભાડે રાખી. અમે બાપ-દીકરો કાચીપાકી રસોઈ કરી! સવાર-સાંજ ભેગું જમી જેમ તેમ સમય વિતાવતા. ચોથી-પાંચમી ગુજરાતી બાદ હું રખડુ બન્યો. અગિયાર વર્ષની ઉંમરે બેફિકરું જીવન જીવતો. | મને યાદ છે કે મારી માતા અંધ હોવા છતાં કૂવેથી પાણી લાવવું, રસોઈ કરવી વ. બધાં કાર્યો, કરતાં. આછો ખ્યાલ છે કે આઠ-નવ વર્ષની ઉંમરે હું તેમને આંગળીએ દોરી મદદ કરતો. માતા અંધ હોવા છતાં કોઈ પણ વસ્તુ ધોવાની કે સાફ કરવાની હોય ત્યારે પાણીની ધાર મોટી થાય અને પાણીનો બગાડ થાય તે તેમને ગમતું નહિ. અને જે કૂવામાંથી તે પાણી લાવ્યાં હોય તે જ કૂવામાં પાણીનો સંખારો નંખાય તેની; jપૂરેપૂરી કાળજી રાખતાં. મારા પિતાની લગભગ પચાસ વર્ષની ઉંમરે જ્યારે હું ચાર વર્ષનો હતો ત્યારે તેમણે અમદાવાદના! ડૉક્ટર ધનજીશાહની પાસે મોતિયો ઉતરાવેલો તેવું મને યાદ છે. વંશપરંપરાગત આવતી મોતિયાની અસર | મને પણ મારા પચાસમા વર્ષે થઈ. . આમ બાલ્યકાળનાં ઘણાં સંસ્મરણો યાદ છે. ગુજરાતી શાળાના માસ્તરો, સહાધ્યાયીઓ તેમજ તે વખતના સગાવ્હાલાંના સંબંધો. પરંતુ આ સંસ્મરણો મારી જીવનકથા લખવાના ઉદ્દેશથી લખાતાં ન હોવાથી તેના વિસ્તારની જરૂર નથી. I 2. II ==== == == == = = == == = === [મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા | - - - - - - - - - - - - - - - - - - |

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 238