________________
શુભાગમન.
[ પ્રકરણ એમ ન હતું. નિયમિત વ્યાયામ અને અખંડ બ્રહ્મચર્યના પાલનને લઈને એમનાં શરીર જાણે લોખંડનાં જ બની ગયાં હતાં.
કડકડતી ટાઢ અને ધગધગતા તાપ જેમ એમના દેહ પર અસર કરવાને અસમર્થ હતાં, તેમ સંસારનાં સુખદુઃખ અને મોહમાયા, તપત્યાગ અને વૈરાગ્યના તાપથી શુષ્ક બની ગએલા એમના માનસિક પ્રદેશમાં ભાગ્યે જ કદી પ્રવેશ કરી શકતાં.
દરેક યતિમહારજની બગલમાં જૈનધર્મની અહિંસક વૃત્તિનું સૂચન કરતું અકેક રજોહરણ દબાવી રાખેલું દષ્ટિગોચર થતું હતું. ઉપરાંત દરેકના હસ્તમાં અકેક લાંબી અને મજબૂત જેષ્ટિક જોતાં અહિંસામાં પણ જેષ્ટિકાની અનિવાર્ય આવશ્યકતા છે એ ભાસ થયા વિના રહેતે નહિ. બીજા હાથમાં અકેક મુહપત્તી રહી ગએલી હતી, જે વાત કરતાંની સાથે જ અનાયસે મોં પર આવી જતી. હવામાં રહેલા અસંખ્ય સંપાતિમ ત્રગ્નજીવોને વાત કરવાથી પણ વિનાશ ન થાય, એવી અતિ સૂક્ષમ અહિંસા સુધી ઊંડા ઉતસ્વામી જૈનધર્મની ઝીણવટ જોઈને કેઈના પણ હૃદયમાં તેને માટે માન ઉત્પન્ન થયા વિના રહે તેમ ન હતું.
દરેક સાધુના પૃષ્ઠભાગ પર સ્કંધ પાસે જ્ઞાનની પરખ સમાં ધર્મપુસ્તકો અને પાના એક કપડાવડે લપેટીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com