Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 47
________________ પાંચમું]. વીર માણિભદ્ર. માતાએ માર્ગ ભૂલેલા પુત્રને ધર્મનું સાચું અને શુદ્ધ સ્વરૂપ સમજાવતાં કહ્યું. “પરમ તીર્થરૂપ પ્રાતઃસ્મરણીય માતુશ્રી! આપની આજ્ઞા મને સદા સર્વદા શિરેમાન્ય છે.” માણેકશાહે સંક્ષેપમાં જ પતાવ્યું. પુત્રના પ્રેમભર્યા શબ્દોથી માતાના આનંદને પાર રહ્યો નહિ. તેના શુષ્ક શરીરમાં નવજીવનને સંચાર થયો. તે આજે જ આપણું પૂજ્ય આચાર્ય શ્રી હેમવિમળસૂરિની આપણે ત્યાં પધરામણી કરાવીએ, એટલે માતાજીના મનનું સંપૂર્ણ સમાધાન થઈ જશે એવી મને પૂરી ખાતરી છે. લક્ષ્મીદેવીએ તક જોઈને નવી દરખાસ્ત રજુ કરી. બસ, એ જ ને! એમાં તે શી મોટી વાત છે? હું આજે જ એ વિષયમાં એગ્ય તજવીજ કરૂં છું.” આટલું કહેતાં જ માણેકશાહ શેઠ માતુશ્રી કસ્તુરબાનાં ચરણમાં ફરી એકવાર વંદન કરીને વિદાય થયા. પુત્રને પિતા પ્રત્યેને આ અદ્દભુત ભાવ જોઈને માતાનું હૃદય આનંદાશથી નાચી ઊઠયું. એમનું અંતર એ. માતૃભકત પુત્ર પ્રત્યે આશીર્વાદેના વરસાદ વરસાવવા લાગ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126