________________
પ્રકરણ નવમું
મંત્રસાધના
ઉજ્જયિની નગરીની ક્ષિપ્રા નદી પરનું ગંધવી સ્મશાન દિવસના સમયમાં તે બીજા હરકેઈ સ્મશાન જેટલું જ ભયંકર હતું. પરંતુ રાત્રિના સમયે એ એટલું તે ભયંકર બની જતું કે, ભાગ્યે જ ત્યાં જવાની કોઈ હામ ભીડે ! એ વખતે તે નદી, ભેખડે અને ઝાડનાં ઠૂંઠાં પણ જાણે ભૂતને આકાર ધારણ કરી લેતાં..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com