________________
કામું ]
વીર માણિભદ્ર
'
પૂરપાટ ચાલ્યા આવતા માણેકશાહ શેઠ પર એમની દૃષ્ટિ પડી. “ ક છુપે ન ભભૂત લગાયેા. ” એ સૂત્રાનુસાર માણેકશાહ શેઠનાં વ્યકિતત્વની તેજસ્વિતા આજની અવ્યવસ્થિત સ્થિતિમાં પણ એમના ચહેરા પર ચમકી રહી હતી. કમળપુષ્પ સમાન એમની સુકેામળ મુખમુદ્રા મહાન શ્રીમતાને પણુ દુલ ભ હતી. એમનાં અંગેઅ’ગમાં ખાનદાનીનુ આજસ ઉભરાઇ રહ્યું હતું.
આવા શ્રીમ'ત જણાતા શાહ પુરુષને આ અદ્યાર જંગલમાં એકલા આવી ચડેલા જોઇને, ચાર મંડળની નિરાશામાં આશાના સંચાર થયા. ઝડપી ગતિએ ઝપાટામધ પસાર થઇ જતા આ મહાપુરુષને એમણે તરત જ ઊભા રહેવાને પડકાર કર્યાં. પરંતુ અહીં માણેકશાહ શેઠ કયાં હતા, જે એમના પડકારની પરવા કરે ! આ તે એક મહા અવધૂત ચેગીરાજ પાતાનાં આત્મધ્યાનમાં જ મસ્ત હતા. એના મહારના કાન અધ થઇ ગયા હતા. ચારાના પડકારને શ્રવણુ કરી શકે એવી એમની સ્થિતિ રહી ન હતી. ચારાના પડકાર એ બહેરા કાન પર અથડાઇ પાછા કર્યાં. એમની ગતિ જેમની તેમ એક સરખા વેગથી ચાલુ હતી.
માણેકશાહ શેઠની આવી વિલક્ષણતા જોઇને ચારાના અંતરમાં શંકાના ઉદ્દભવ થયા. આવા શ્રીમંત જણાતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com