________________
દશમું]
વીર માણિભદ્ર શ્રદ્ધાની આવી મહાશક્તિને પિતાના હૃદયમાં ઠાંસી ઠાંસીને ભરનાર માણેકશાહ શેઠ આજે આ ભયાનક જંગલમાં આવી પહોંચ્યા હતા. શ્રી સિદ્ધગિરિના અવિરત રટન વચ્ચે તે આ અઘોર જંગલના માર્ગને તીરના વેગે વધી રહ્યા હતા. પરંતુ ભાવિના ગર્ભમાં શું છુપાયેલું છે તે કણ જણી શકયું છે! ભાવિના ભેદ કેણ ઉકેલે !
જગતમાં મહાપુરુષનું જીવન પરિવર્તન અચાનક અને અદ્દભુત રીતે થાય છે. કુદરત જે વ્યક્તિને જીવનપલટે કરવા ધારે છે, તેને જાણે હાથ પકડીને જ નવે રસ્તે ચઢાવી દે છે. ઈતિહાસના પટ પર આવાં અનેક ઉદાહરણ મેજૂદ છે.
ઉજજયિની નગરીના માણેકશાહ શ્રેષ્ઠીનું જીવનપરિવતને પણ આવા જ કેઈ અનેરા સંજોગને આભારી હતું. કારણ કે :કયાં ઉજજન કયાં આગરા, કયાં સિદ્ધગિરિવર સ્થાન ! ક્યાં માનવ માણેકશાહ, ક્યાં મણિભદ્ર મહાન!
મહાપુરુષોના જીવન પલટા સમયે કુદરત વેરાઈ ગએલા મણકાને એકઠા કરીને તેની માળા કેઈ અકળ કળા વડે પોતાના હાથે જ પરેવી દે છે.
માણેકશાહ શેઠનું જીવનપરિવર્તન પણ આવા અનેરા સંજોગેના અણધાર્યા ઐક્યથી થવા પામ્યું હતું. એક શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com