________________
વીર માણિભદ્ર
[ પ્રકરણ હેય. પરંતુ આમાં તે અમે મંત્ર બળ વડે બંધાએલા છીએ. એટલે અમારી ઈચ્છા હોવા છતાં પણ અમે એ બંધનમાંથી છૂટી શકવાને અસમર્થ છીએ.” કાળ ગેરા ભૈરેવે દેવની આજ્ઞાને અમલ કરવાની પિતાની અશકિતનું કારણ રજુ કરતાં કહ્યું.
તમે સીધી રીતે નહિ માનો તે સખત હાથે કામ લેવું પડશે” દેવે જરા ઉગ્ર અવાજે ઉચ્ચાર કર્યો.
મહારાજ ! આપ અમારા સ્વામી છે; પરંતુ અમે પરાધીન છીએ. આપ જે બળ જબરીથી આપની આજ્ઞાનું પાલન કરાવવા ઈચ્છતા હશો, તે આપની સામે પણ અને યુદ્ધમાં ઉતરવાની ફરજ પડશે.” કાળાગોરા રે પિતાના નિશ્ચયની અડગતા દઢતાપૂર્વક જણાવી દીધી.
માણિભદ્ર દેવે હવે વિચાર્યું કે આ લેકે શાતિપૂર્વકની સમજાવટને કદી પણ વશ થાય એમ નથી. એમને અતિ ઉગ્ર અને તામસી સ્વભાવને પહોંચી વળવા માટે દેવ માણિભદ્ર પિતાનાં દેવત્વને આધારે વૈકિયલબ્ધિ ફેરવી, સોળ ભૂજાઓને ધારણ કરી કાળા-ગેરા સાથે યુદ્ધ કરી તેમને નમાવ્યા, અને આચાર્ય શ્રી હેમવિમળસૂરિના પરિવાર પર એમને ઉપદ્રવ સદાને માટે દૂર કર્યો અને અગિયારમા સાધુ મૃત્યુમુખમાંથી ઉગરી ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com