________________
અગિયારમું] વીર માણિભદ્ર હવે તે પરિપૂર્ણ પ્રતીતિ થઈ છે, કે એ દુઃખદ દશાનું નિવારણું આપ જ કરી શકશે.” - આચાર્યશ્રીની આ વાણી સાંભળીને વીર માણિભદ્ર પણ સ્તબ્ધ થઈ ગયા. ઘડી વાર તેઓ મૌન રહ્યા. અવધિજ્ઞાન વડે જોતાં એમને તરત જ પ્રત્યક્ષ થયું, કે આ ઉપદ્રવ
કાગચ્છના આચાર્યે સાધેલા કાળાગરા ભૈરવને જ છે. રિશ્રીએ ગુરુદેવને આશ્વાસન આપ્યું અને પિતાની સેનાના બાવન વીરેમાંના એક વીરને કાળા ગોરા ભૈરવને હાજર કરવા આજ્ઞા કરી.
વિર તરત જ વિદાય થયે અને અલ્પ સમયની અંદર કાળાગરા ભૈરવને શ્રી માણિભદ્રવીર પાસે લાવીને હાજર કર્યા. ભૈરવ હાથ જોડીને આજ્ઞાની રાહ જોતા માણિભદ્ર દેવ સમક્ષ ઊભા રહ્યા.
ભૈરવદેવ! પિતાનાં ધર્મધ્યાનમાં જે પ્રવૃત્ત એવા સંત પુરુષોને ઉપદ્રવ કરીને તમે મહા અનિષ્ટ કર્યું છે. આવાં અધમ કર્મનાં ઉપાર્જનથી તમારું કેઈ કાળે કલ્યાણ થવાનું નથી. માટે તમે તરતજ જૈન સાધુઓને સતાવવાને તમારે ઉપદ્રવ દૂર કરો,”માણિભદ્ર વીરે કાળા ગોરા ભૈરવને એમને ઉપદ્રવ દૂર કરવા આજ્ઞા કરી.
પ્રભુ ! આપની આજ્ઞા અને સર્વદા શિરસાવધ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com