________________
- બારમું]
વિર માણિભદ્ર અને જ્યાં સ્થાનક ન હોય, ત્યાં ફક્ત આંબેલ કરીને નિમ્નલિખિત મંત્રની એકવીસ નૌકારવાળી ગણવી તેમ જ સ્થાનકવાળાએ પણ ગણવી.
ॐ असिआउ साय नमः पठोश्री माणिभद्र दिशतु मम सदा सर्वकार्येषु सिद्धिम् ॥
આસો સુદ ૧૦, માહ સુદ ૫, તથા વૈશાખ સુદ ૩ આ દિવસોમાં ઘણું યાત્રાળુઓ બાધા મૂકવા આવે છે. કેઈકઈવાર રવિવાર, મંગળવાર, આઠમ, ચૌદશ એ દિવસોમાં પણ બાધા મૂકે છે. વળી કેટલાક લોકો જાતે બાધા મૂકવા આવવાને બદલે બીજા કેઈની સાથે વાંટ મોકલી આપે છે. પરંતુ એ પ્રમાણે કરવાથી બાધા વળતી નથી તથા કુળની વૃદ્ધિ થતી નથી. માટે જેને બાધા કરવાની હોય તે માણસે પિતે પિતાના બાળક સહિત સ્થાનકે આવીને બાધા કરવાની આવશ્યકતા છે.
ઉપરાંત માણિભદ્રવીરનું વચન છે કે, હવે પછી તપ ગચ્છની પાટે જે આચાર્ય થશે, તેમનું હું સ્વયં ધર્મરક્ષણ કરીશ. માટે આચાયોએ પરદેશમાં વિહાર કરતાં પહેલાં શ્રી માણિભદ્રવીરનાં સ્થાનકે જઈને ધર્મલાભ આપવાનું ચૂકવું નહિ. આમ કરવાથી એમની સર્વત્ર ખ્યાતિ થઈ ધર્મજ્ઞાનની ઊંડી છાપ લોકેના મન પર પડે છે, અને તેમની મંગળકામના સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com