Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 78
________________ આત્મ બલિદાન [પ્રકરણ દાર છે એ કળી શકવું કઠિન હતું. એ સગ્રુહસ્થ છે કે ચાર છે, કે ડાકુ છે તેને કશે જ નિર્ણય થઈ શકે નહિ એવા એના રંગ દંગ, જેનારને ઘડીભર મૂંઝવણમાં ગરકાવ કરી દેવાને પૂરતા હતા. ખાડા ટેકરા, ખીણ, જંગલે, સૌ એને મન સમાન હતું. આત્મધ્યાનમાં જ ધ્યાનમસ્ત બનેલે આ ધૂની જે જણાત માનવી એક સરખી ગતિએ જંગલને માર્ગ કાપી રહ્યો હતે. એનું લક્ષ્યબિન્દુ શું છે તે કોઈ પણ માણસની કલ્પનામાં ઊતરી શકે એ વિષય ન હતે. વાચક! આ વનવિહારી વ્યકિતને હવે કદાચ ઓળખી શકયા હશે. એ અન્ય કઈ નહિ, પરંતુ ઉજ્જયિની નગરીને નગર શેઠ માણેકશાહ શ્રેષ્ઠી પોતે જ હતું. શ્રી સિદ્ધાચળનાં દર્શન થતાં સુધી અન્નજળને ત્યાગ કરવાની એની ભીષણ પ્રતિજ્ઞાએ એના આત્માની અંદર અજબ શ્રદ્ધાનું સિંચન કર્યું હતું. અને એ અખૂટ શ્રદ્ધા જ એને છેક આગ્રાથી અહીં ડીસા અને પાલણપુર પ્રદેશના મગરવાડા ગામના ગાઢ જંગલે સુધી ખેંચી લાવી હતી. શ્રદ્ધા એ એક એવી અજબ શક્તિ છે, કે જેની પાસે બુદ્ધિનાં તમામ હથિયાર હેઠાં પડી જાય છે. શ્રદ્ધાના સાનિધ્યમાં બુદ્ધિ બહેર મારી જાય છે, મહાત-નિરાધાર બની જાય છે. જ્યાં બુદ્ધિ પિતાની પાંખો ફફડાવતી બેસી જાય છે, ત્યાં શ્રદ્ધા પિતાનું ધાયું નિશાન સર કરી જાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126