________________
આત્મ બલિદાન
[ પ્રકરણ
સિદ્ધગિરિના આત્મધ્યાન સિવાય એમને બાહ્ય જગતનું બિલકુલ ભાન ન હતું. રાત દિવસ સિદ્ધાચળ સ્મરણ એમના અંતર પટ પર રમી રહ્યું હતું. એમનાં હૃદયના પ્રત્યેક ધબકારમાં સિદ્ધગિરિ શખ ધડકી રહ્યો હતે. એમની રકતવાહિનીઓમાંનું રકત સિદ્ધગિરિ સ્મરણે વહી રહ્યું હતું. એમનાં અંગેઅંગ , અણુએ અણુ અને રેમેરામ શ્રી સિદ્ધ ગિરિના મહામંત્રને અખંડ ઉચ્ચાર ઉચરી રહ્યાં હતાં. જે મહાપુરુષના જ્ઞાન અને બુદ્ધિ આવી ઉચ્ચત્તમ ભૂમિકામાં વિચરી રહ્યા હોય, તે દેહ જેવી એક તુચ્છ વસ્તુની દરકાર પણ કેમ કરે! દેહ તે એમને મન એક પોપટે જ હોય. એ રહે તેય શું, અને જાય તેય શું!
જે જંગલમાં આજે માણેકશાહ શેઠ એક રણશૂરા રણવીરની માફક ઝઝુમી રહ્યા હતા એ જંગલ ચોર, ડાકુ અને લૂંટારાઓનું મુખ્ય ધામ હતું. આ લેકેનું એક મંડળ આજ સવારથી જ કઈ શિકારની શોધમાં આ જંગલમાં ભટકી રહ્યું હતું. પરંતુ કમનસીબે આજે આખા દિવસમાં કઈ માલદાર શિકાર એમના હાથમાં ઝડપાયે ન હતું. આથી આજે તેઓ નિરાશ બની ગયા હતા. સાંજ પડતાં હવે એ બધા અહીંથી ઉપડી જવાની તૈયારી કરી રહ્યા હતા.
એટલામાં જંગલ અને ઝાડીમાંથી પવનવેગી ગતિએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com