________________
૫૫
આઠમું] વિરમાણિભદ્ર.
માણેકશાહ શેઠે શ્રી ગુરુદેવ સમક્ષ ઉપસ્થિત થઈને પિતાની એ અભિલાષા અતિ વિનમ્ર ભાવે વ્યકત કરી.
પરમ પૂજ્ય ગુરુવર! મારે અન્ન જળને ત્યાગ કરી પગપાળા ચાલી ટાઢ, તાપ આદિથી શરીરને જે કંઈ ઉપસર્ગ થાય તે તમામ સહન કરીને શ્રી સિદ્ધાચળની યાત્રા કરવાને અભિગ્રહ ધારણ કરે છે. માટે મારે આ અભિગ્રહ નિવિદને પાર પડે એ આપ અનુગ્રહ કરીને મને આશીર્વાદ આપે.”
માણેકશાહના આ શબ્દ શ્રવણ કરીને આચાર્યદેવના આશ્ચર્યને પાર રહ્યો નહિ. માણેકશાહ શેઠનું ખીલતાં કુસુમ સરખું કમળ શરીર આવી અતિ કપરી કસોટીમાંથી પાર ઊતરી શકશે કે કેમ એ શંકાએ ગુરુદેવનું મન ચિંતાગ્રસ્ત બની ગયું. આ જોખમી અભિગ્રહ ધારણ ન કરવા એમણે માણેકશાહ શેઠને અનેક રીતે સમજાવવા માંડયું.
આગ્રાથી છેક સિદ્ધગિરિ સુધીનું અત્યંત લાંબુ અંતર, લાંબા સમયને પ્રવાસ, માર્ગની વિકટતા, નદી, નાળાં તેમ જ ઝાડ, પહાડ અને જંગલમાં પગપાળા ચાલતાં વાઘ, સિંહાદિ હિંસકપશુઓને ભય, તેમજ અન્ન, જળ ત્યાગના મહા ઉપસગને લીધે શરીરમાં આવતી અનહદ શિથિલતામાંથી પ્રાણરક્ષા કરવાની અનિવાર્ય આપત્તિનું બહુ જ સૂચકભાવથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com