________________
પાંચમું].
વીર માણિભદ્ર. માતાએ માર્ગ ભૂલેલા પુત્રને ધર્મનું સાચું અને શુદ્ધ સ્વરૂપ સમજાવતાં કહ્યું.
“પરમ તીર્થરૂપ પ્રાતઃસ્મરણીય માતુશ્રી! આપની આજ્ઞા મને સદા સર્વદા શિરેમાન્ય છે.” માણેકશાહે સંક્ષેપમાં જ પતાવ્યું.
પુત્રના પ્રેમભર્યા શબ્દોથી માતાના આનંદને પાર રહ્યો નહિ. તેના શુષ્ક શરીરમાં નવજીવનને સંચાર થયો.
તે આજે જ આપણું પૂજ્ય આચાર્ય શ્રી હેમવિમળસૂરિની આપણે ત્યાં પધરામણી કરાવીએ, એટલે માતાજીના મનનું સંપૂર્ણ સમાધાન થઈ જશે એવી મને પૂરી ખાતરી છે. લક્ષ્મીદેવીએ તક જોઈને નવી દરખાસ્ત રજુ કરી.
બસ, એ જ ને! એમાં તે શી મોટી વાત છે? હું આજે જ એ વિષયમાં એગ્ય તજવીજ કરૂં છું.”
આટલું કહેતાં જ માણેકશાહ શેઠ માતુશ્રી કસ્તુરબાનાં ચરણમાં ફરી એકવાર વંદન કરીને વિદાય થયા.
પુત્રને પિતા પ્રત્યેને આ અદ્દભુત ભાવ જોઈને માતાનું હૃદય આનંદાશથી નાચી ઊઠયું. એમનું અંતર એ. માતૃભકત પુત્ર પ્રત્યે આશીર્વાદેના વરસાદ વરસાવવા લાગ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com