________________
ઘટસ્ફોટ.
[ પ્રકરણ મારે ધમતર ભાવ થય જ નથી. જિનભગવાનથી હું લેશ પણ વિમુખ નથી. માત્ર પ્રતિમાપૂજન અને આંગીઉત્સવમાં મને હવે આત્મકલ્યાણ નથી દેખાતું. ” માણેકશાહે પિતાની વર્તણુક સ્પષ્ટ કરતાં કહ્યું.
એ તે જેવી ભાવના તેવી સિદ્ધિ” માણેકશાહનાં માતુશ્રી બેલી ઊડ્યાં. “દેવદેરાસર અને પૂજનઅર્ચનની અવગણના કરીને પછી આત્મકલ્યાણ શોધવા કયાં જવું?”
પરમપૂજ્ય માતુશ્રી ! આપની વાત ઠીક છે. પરંતુ હકીકત એ છે, કે મતમતાંતરના વાદવિવાદથી મારું મન સત્યવસ્તુની પ્રાપ્તિ નથી અનુભવતું. વળી ઉત્સવ–આંડબરોમાં મને તે કેવળ કમબંધન અને કાળક્ષેપ જ જોવામાં આવે છે. ” માણેકશાહે પિતાના અંતરને ભાર ખાલી કરતાં જણાવ્યું.
ભાઈ, આટલા બધા ઊંડા ઉતરવામાં અને આટલી ઝીણી દષ્ટિએ જોવામાં શું સાર છે? માનવપ્રાણને જ્યાંસુધી બે આખે છે, ત્યાં સુધી તે પ્રતિમાપૂજનથી કદી પણ અલગ થઈ શકવાને નથી. વાડા જુદા છે, રસ્તા અનેક છે, પરંતુ જિન ભગવાન એક અને અખંડ છે. શ્રી શાન્તિનાથ પ્રભુની સાધના-આરાધના એ જ એક સત્ય માર્ગ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com