________________
૫૨
આગ્રામાં ચાતુર્માસ.
પ્રકરણ ઉત્પન્ન થતી વસ્તુઓ અન્ય પ્રદેશમાં લઈ જતા, અને અન્ય પ્રદેશોમાં પેદા થતી ચીજે પિતાના દેશમાં લઈ આવતા. આવા પ્રકારના વ્યાપાર વ્યવહારમાં એમને લાંબી લાંબી મુસાફરી કરવી પડતી, તેમજ પાર વગરની તકલીફ અને હાડમારીઓ સહન કરવી પડતી. આમ જુદા જુદા પ્રદેશના જુદા જુદા પ્રકારના ચલણ નાણાંરૂપ દ્રવ્ય જેવાં કે કેસર, કસ્તુરી, કરિયાણુ, સોનું, ચાંદી, હીરા, મોતી આદિના કય વિકય અને સંચયથી દેશની સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને આબાદીમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થતી રહેતી.
ઉજજયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી પિતાના પૂર્વજોને પગલે વશપરંપરાથી એ જ વ્યાપાર ખેડતા. વ્યાપાર અર્થે દૂરદૂરના દેશેને દરિયે ખેડતાં પણ તે કદી અચકાતા નહિ. જુદા જુદા સમય અને મોસમની અનુકૂળતાએ તે વિધવિધ વસ્તુઓ સાથે દેશ વિદેશમાં આવજા કરતા.
જે અરસામાં આચાર્યશ્રી હેમવિમળસૂરિએ આગ્રામાં ચાતુર્માસ ગાળવાને નિર્ણય કર્યો, એ જ અરસામાં માણેકશાહ શેઠ પણ વ્યાપાર અથે ફરતા ફરતા અનાયાસે આગ્રામાં આવી ચડયા. અહીં તે એ વખતે જાણે કેઈ માટે ઉત્સવ હોય એવી તૈયારીઓ ચાલી રહી હતી. તપાસ કરતાં જણાયું કે જે ગુરુદેવે એમને અવળે માર્ગેથી ઉતારીને ધર્મને સાચે રાહ બતાવ્યા હતા, તે જ આચાર્યશ્રી હેમવિમળસૂરિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com