________________
પ્રતિબધ.
[ પ્રકરણ
એવી દઢ આસ્થાવાળે ઉત્તમ લક્ષણે વડે લક્ષિત સમકિતરત્નને ધારી ત્રણ કાળ જિનદર્શન કરી, ત્રણકાળ જિનની સેવા કરી સુખી થાય છે. અસ્તુ.”
ઉપરોકત દેશના શ્રવણ કરીને માણેકશાહ શેઠ તથા સર્વ શ્રોતા શ્રાવકસમુદાયે પરમ સુધાપાનની તૃપ્તિ અનુભવી, અને નવચેતન વ્યાતિ સમાન દરેક હદયમાં ધર્મપ્રાણની અલૈકિક કૃતિ થઈ. - આચાર્યશ્રીનાં જ્ઞાન, વિદ્વતા અને વકતૃત્વશક્તિથી ઉજ્જયિનીવાસીઓ વિમુગ્ધ બની ગયા. એમની વાણીમાં વહેતે શબ્દસુધારસને અવિરત પ્રવાહ શ્રોતાજનેના અંતરપટ ઉપર કાયમને માટે કેતરાઈ જાય એ સચોટ અને અસરકારક હતે. આચાર્યશ્રીના આજના વ્યાખ્યાને સને છક કરી નાખ્યા.
વ્યાખ્યાન સંપૂર્ણ થતાં જ ઉજજયિનીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠી ઉભય હસ્ત જેડીને ઊભા થયા. ગુરુદેવ પાસે જઈને તેમનાં ચરણોમાં એમણે પિતાનું મસ્તક ઝુકાવી દીધું. તેમની નસેનસમાં વહેતે પશ્ચાત્તાપને પ્રવાહ વાણી વાટે બહાર આવવા લાગે.
પરમ પૂજ્ય ગુરુદેવ! ગઈ કાલે સંધ્યા સમયે જ્યારે આપ સહપરિવાર કાઉસગ્ગ ધ્યાનમાં બિરાજમાન હતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com