________________
પ્રતિબોધ.
પ્રકરણ તમારા શુભકર્મોને ઉદય થવા માંડયો છે. એવું મારે અંતરાત્મા મને સૂચવે છે.” આચાર્યશ્રીએ માણેકશાહના અપરાધની માફી આપવા સાથે આશીર્વચનો ઉચ્ચાર કરતાં કહ્યું.
પૂજ્ય પ્રવર ! મારા અઘોર અપરાધને ક્ષમા કરવાની આપની ઉદારતાથી હું ભભવને આપને ત્રણ થયે છું. હવે મારી એક જ વિનંતિ છે”
સદ્દગુણી શ્રાવક! તમારે જે કંઈ કહેવાનું હોય તે સુખેથી કહી દે! તમારા જેવા ઉચ્ચ કોટિના આત્માના સમાગમથી અમને પરમ સંતોષની પ્રાપ્તિ થઈ છે.”
દયાળુ દેવ! મારાં પૂજ્ય માતુશ્રીની એવી ઉત્કટ અભિલાષા છે, કે આજે આપશ્રી સહપરિવાર શહેરમાં પધારીને અમારી પૌષધશાળામાં યતકિંચિત્ આહારપાળું ગ્રહણ કરશે તે આપને અતિ અનુગ્રહ થશે.”
અસ્તુ, તમારા જેવા ધમપ્રેમીને ત્યાં આવવામાં અમને શી હરકત હોય?”
આચાર્યશ્રીએ વિનંતિને સ્વીકાર કરવાથી માણેકશાહનું હૈયું હર્ષાવેશથી ફૂલી ઊઠયું. એમણે પ્રથમથી જ તમામ જાતની તૈયારી કરી રાખેલી હતી. ઉજ્જયિનીને શ્રાવકસંઘ પણ માણેકશાહશેઠને ત્યાં જ જમવાને હતે. એટલે સકળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com