________________
૪૫
સાતમું]
વીર માણિભદ્ર. અનુષ્ઠાન નિષ્ફળ જાય છે. આ રીતે દયા સહિત શ્રી જિનશાસનની પ્રભાવના કરવા તત્પર રહેવું. પવિત્રજેન સિદ્ધાંતને પૂરતો અભ્યાસ કરીને ભવ્યજનેને ધર્મોપદેશ દેવા વડે, દુર્વાદીના મદ ગાળવા વડે, નિમિત્તજ્ઞાન વડે, તબળ વડે, વિદ્યામંત્ર વડે, અંજન ગ વડે, અને કાવ્યબળ વડે, રાજાપ્રમુખને પ્રતિબોધવા અને શ્રી જૈનશાસનની જયપતાકા દશ દિશે ફરકાવવા બનતું વીર્ય સુરાવવું જોઈએ.
મન, વચન અને કાયા વડે શુદ્ધ સમકિત પાળવું; મનથી શ્રીજિન અને જેને માર્ગ વિના સર્વ અસાર છે એમ નિરધાર કરે. શ્રી જિનભકિતથી થઈ શકે તે કરવા દુનિયામાં બીજું કોણ સમર્થ છે? માટે શ્રી જિનદેવ વિના હું અન્ય કોઈને પણ પ્રણામ નહિ કરું એ મન સાથે નિશ્ચય કરે. જેમ સમકિત શુદ્ધ નિર્મળ થાય તેમ કરવું. શુદ્ધ દેવગુરુને યથાવિધિ વંદન કરીને યથાશકિત વ્રત પચમ્માણ કરવાં. ઉત્તમ તીર્થસેવા, દેવગુરુની ભકિત પ્રમુખ સુકૃત એવી રીતે કરવાં, કે જેથી અન્યદર્શની જને પણ તે સુકૃત કર્મોને અવશ્ય અનુમોદના કરી બેધી બીજ વાવી, ભવાંતરમાં સુધર્મ ફળ પામવા સમર્થ થાય. યાવત્ મેક્ષાધિકારી થાય.
વિતરાગનાં વચન પ્રમાણ કરવાં. સર્વજ્ઞ વીતરાગ પર માત્માએ ત્રણ કાળના જે જે ભાવ કહા તે સર્વ સત્ય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com