________________
છઠું]
વિર માણિભદ્ર. છલી તરફડે તેમ માણેકશાહ શેઠ આજે સુંવાળી તળાઈએવાળા છત્રીપલંગમાં તરફડી રહ્યા હતા. અનેક તરેહના વિચારતર એમનાં હૃદયપટ પર ચિત્રપટની પેઠે ચાલતા હતા.
“અહોઆજે મને આ કેવી કુમતિ સૂઝી! આવા સપરિણામી સમદષ્ટિ સિદ્ધ મહાત્માની મેં આજે કેવી ભયંકર મશ્કરી કરી ! રાગદ્વેષાદિરહિત તેમ જ વિષયકષાયથી પર એવા જિતેન્દ્રિય યતિમહારાજેના સૌમ્ય સમ્યગુભાવની મેં મૂMશિરોમણિએ આજે આ કેવી હાંસી કરી! ધિક્કાર હશે, મારી એ અધમ વૃત્તિને! આવી અવળી મતિ કે શું જાણે મને કયાંથી આવી ! હું આજે આમ અધોગતિને આરે કેમ આવી ઊભે !”
હે પરમ પરમાત્મા ! જિનશાસન દેવ! હે અરિહંત પ્રભુ ! આવા નિઃસ્વાર્થી નિગ્રંથ મહાત્મા જે સ્વયં તરવાને અને મારા જેવા અનેક અભાગી ને તારવાને સમર્થ છે, એવા એક મહાપુરુષની કંઈ પણ કારણ વગર આવી ક્રુર મશ્કરી કરવાના અઘોર પાપમાંથી હું કેણ જાણે કયે ભવે છૂટીશ !”
માણેકશાહની આંખમાંથી પસ્તાવાને અવિરત અશ્રુપ્રવાહ વહેવા લાગ્યા. એમનું મનપંખી ઊડી ઊડીને શાન્તિ સ્વરૂપ આચાર્યશ્રી હેમવિમળસૂરિનાં ચરણોમાં આળોટવા લાગ્યું. જ્યારે સવાર પડે અને કયારે એ મહાપુરુષની માફી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com