________________
કસોટી.
[પ્રકરણ અમોલું ધન છે. જૈનધર્મની વ્યાપકતા પણ મુખ્યત્વે એ ધર્મગુરુઓની તપત્યાગની શક્તિને આભારી છે. પ્રાચીન કાળમાં ભારતવર્ષમાં અનેક રાજામહારાજાના દરબારમાં એમનું સ્થાન અદ્વિતીય હતું. માંધાતા મહીપતિએ એમના ચરણરવિંદમાં પોતાનું મસ્તક ઝુકાવવામાં ગોરવ માનતા. આજે પણ જૈન ધર્માચાર્યની એ અદ્દભુત તાકાત અવાર નવાર દૃષ્ટિગોચર થયા વિના રહેતી નથી.
આચાર્યશ્રી હેમવિમળસુરિ પણ એવા જ એક મહાન શક્તિશાળી ધર્મગુરુ હતા. એઓશ્રી તપગચ્છમાં એક સમર્થ વિદ્વાન હતા. જેવા વિદ્વાન હતા તેવા જ તેઓ ત્યાગી અને તપસ્વી હતા. તપ અને ત્યાગથી તાવીતાવીને તેમણે તન, મન પર વિજય પ્રાપ્ત કર્યો હતે. એમને શિષ્યસમુદાય બહળ હતે. અને અનુયાયીઓનું પ્રમાણે તે અતિશય વિશાળ હતું. એમના વ્યકિતત્વની તેજસ્વિતા, વાણીની મૃદુતા અને ધર્મપ્રિયતાને લીધે એઓ જ્યાં જ્યાં પગ મૂકતા, ત્યાં ત્યાં રાજામહારાજાને પણ દુર્લભ એવા અનેરા આદરસત્કારને પ્રાપ્ત કરતા. જૈન અને જૈનેતર સમાજમાં પણ એમનું સ્થાન અત્યંત ઉચ્ચ અને અદ્વિતીય હતું.
આચાર્યશ્રી હેમવિમળસૂરિ ભાવિક જીવને પ્રતિબંધ આપતા, અને જ્ઞાનપ્રકાશ વડે અજ્ઞાનતિમિરને દૂર હટાવતા. ભારતવર્ષના વિધવિધ પ્રદેશોમાં વિચરી રહ્યા હતા. આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com