________________
પાંચમું]
વીર માણિભદ્ર લક્ષમીવહુનાં છેલ્લાં વાક્ય થી કસ્તુરબા પણ એકાએક ચમકી ગયાં.
વહુ, ત્યારે તે તે પણ હદ કરી. શું મારી સાથે તે પણ ઘી દૂધ તજી દીધું ? અને મેં પણ આ મીંચેલી જ રાખી? તે તે ખરેખર મારા માથા પર મરી વાટયાં. ” સાસુએ વહુને વહાલ ભય ઠપકો આપતાં જણાવ્યું.
પણ આ બધી શી ખટપટ ચાલી રહી છે, અને અને તમે બધાં શું કરવા બેઠાં છે તે હું તે કશું સમજી શકતા નથી.” માણેકશાહે વ્યગ્ર હૃદયે જણાવ્યું.
જે વસ્તુના ખાસ કારણભૂત ખુદ તમે જ છે, તે તમે પોતે જ જે ન સમજી શકે, તે બીજું કોણ સમજી શકે?” લહમીદેવીએ મૂળ વાત પર આવતાં જણાવ્યું.
શું હું જ કારણભૂત? લક્ષમી! આ તું શું બેલે છે?”
તમે નહિ તે બીજું કોણ? જે દિવસથી તમે દેવદેરાસરનાં દર્શનપૂજનથી દૂર થયા છે, તે જ દિવસથી તમારે ધમતરભાવ જોઈને માતાજીએ ઘધને સદંતર ત્યાગ કર્યો છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com