________________
ચોથું !.
વીર માણિભદ્ર. આ સમયે એક નાનકડું યતિમંડળ ઉજજયિની નગરીને માગે શાન્તિપૂર્વક પ્રયાણ કરી રહ્યું હતું. તમામ સાધુએ શરીરે મલ્લ જેવા મજબૂત હતા. જૈન સાધુઓએ પગપાળા વિહાર કરવાનું ધાર્મિક બંધારણ અનેક રીતે ઉપયોગી નીવડે છે. આમ અનાયાસે મળી જતે વ્યાયામ લગભગ દરરેજના કાર્યક્રમમાં નિયમિતપણે નિયત થએલ. હેવાથી એમના શરીરને બાંધે સર્વ પ્રકારે સુદઢ બનેલ હતા. વળી ચાલવાનું હમેશાં ખુલ્લા પગે જ થતું હોવાથી, તેમનાં પગનાં તળી એવાં તે મજબૂત બની ગયાં હતાં, કે રસ્તે ચાલતાં કઈ કાંટાને ભેગ જેગે એમના પગ સાથે ભટકાવાને પ્રસંગ પ્રાપ્ત થાય, તે તેને પગની અંદરના પ્રદેશમાં પ્રવેશ કરવાનો માર્ગ મળવાને બદલે ભાંગીને ભૂક્કા થયે જ છૂટકે થતા. પગે ચાલવાની આ નિયમિત કસરતને લઈને તેમજ બ્રહ્મચર્યને લઈને એમના આરોગ્ય પર એક પ્રકારની અભુત અસર થએલી જોવામાં આવતી હતી. આથી તેઓ ભાગ્યે જ કદી બીમારીને ભેગ બનતા.
શરીરની અંદર સેંસરા પેસી જાય એવા શિઆળાના શીતળ પવને, અને મેઢાને બાળી નાખે એવી ઉનાળાની ધગધગતી ધૂના પ્રચંડ ઝપાટા તેઓ હંમેશાં પિતાના શરીરપર ઝીલતા હોવાથી પલટાતી ઋતુઓના શીતષ્ણપ્રવાહ એમના વજ જેવા દેહ પર સહેજ પણ અસર કરી શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com