________________
શુભાગમન.
(પ્રકરણ આ યતિમંડળ થડે દિવસ ચડતાં જ ઉજજયિનીને પાદરે આવેલા એક ઉપવનમાં આવી પહોંચ્યું. અહીં એક શાન્ત એકાંત સ્થળમાં એમણે ચેડા દિવસ વાસ કરવાનો નિશ્ચય કર્યો.
યતિદેવેના શુભાગમનના સમાચાર વાયુવેગે ઉજયિની નગરીમાં ફરી વળ્યા.
આચાર્યશ્રીની શાન્ત, સૌમ્ય મુખમુદ્રા, એમની વાણીમાં વહેતે અખંડ ઉપદેશપ્રવાહ, તેમ જ એમના ત્યાગ, વૈરાગ્ય, અને જ્ઞાનની ચર્ચા ઉજજયિની નગરીની ગલીએ ગલીએ ચાલવા લાગી. મહારાજશ્રીની શકિત અને ભકિતની પ્રશસ્તિ કર્ણોપકર્ણ સારાયે શહેરમાં પ્રસરી ગઈ. આથી આચાર્ય શ્રીનાં દર્શન અને વંદન માટે ભાવિક શ્રાવક શ્રાવિકાઓનાં ટેળેટેલાં આશ્રમ તરફ ઉલટવા લાગ્યાં.
* આચાર્યશ્રી હેમવિમળમરિના સમયમાં શ્રી જિનશાસન અંતગંત ત્રણ ગચ્છ જુદા થયા. કમળકળસા, કનકપુરા અને કડવામતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com