Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 40
________________ ઘટફેટ. [ પ્રકરણ મને તે એમાં ઈશ્વરી સંકેતના જ દર્શન થાય છે. વહુએ સાસુનાં વાક્યને અધવચ્ચેથી ઉડાવી દઈને વધામણીનું સાચું કારણ વ્યક્ત કરતાં કહ્યું. વહુ બેટા! તમારી વધામણું તે શુદ્ધ સેના જેવી છે પણ ” એ પણની વાત પછી. પ્રથમ તે આપણે આચાર્યશ્રીની આપણે ઘેર પધરામણી કરાવીએ; એટલે એમની કૃપાવડે પાણુને રસ્તે પાણી થઈ જશે એવી મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. ” “બેટા! એ બધી વાત તે સાચી છે, પણ જ્યાં ઘરને મુખ્ય માણસ તારે પતિ જ ફરી બેઠે છે, ત્યાં પધરામણી પણ શી રીતે થઈ શકે?” “મા એમ નહિ લે. મારા પતિ તે પછી; પ્રથમ એ આપના પુત્ર છે, એ વાત કેમ વીસરી જાઓ છે? આપનું વચન એ ત્રણે કાળમાં કદી પણ ઉથાપવાના નથી. આપના એક જ શબ્દથી એમની બધી ભ્રમણા ભાગી જશે એવી મને તે પૂરેપૂરી ખાતરી છે.” દીકરા! મને તે એમ થવું અતિ મુશ્કેલ લાગે છે. મારી આજ્ઞાની જ્યાં ખુલ્લી અવગણના જ દેખાતી હોય, ત્યાં ફરી એ જ આજ્ઞા કરવાને અર્થ પણ છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126