Book Title: Mahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
રજતમારક
ભારતવર્ષના ચાર મહાપુરુષે ફના સંબંધમાં બ્રાહ્મણ શાસ્ત્રોમાં લખવામાં આવેલ છે કે અસુરે ઉપદ્રવ દૂર કરવા દેવાની પ્રાર્થનાથી વિષ્ણુએ અવતાર લેવાનો નિશ્ચય કરી ગમાયાને બેલાવી કહ્યું કે દેવકીના ગર્ભમાં જે મારે અંશ ઉત્પન્ન થયે છે તેને ત્યાંથી હરણ કરી વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂકી તે બલભદ્ર નામે અવતાર લેશે. અને જ્યારે તું નંદપની યશોદાને ઘરે પુત્રીરૂપે અવતાર લઈશ, ત્યારે હું દેવકીના આઠમા ગર્ભ તરીકે જન્મ લઈશ. જ્યારે તારે જન્મ યશોદાને ઘેર પુત્રીરૂપે થશે ત્યારે તારું અને મારૂ પરિવર્તન થશે, હું યશોદાને ઘેર જઈશ અને તું દેવકીને ઘેર આવીશ. આ રીતે કૃષ્ણના અધિકારમાં ગર્ભપરિવર્તન અને બાળક પરિવર્તન બન્ને માનવામાં આવ્યાં છે.
પર્વતકંપન શ્રી મહાવીર સ્વામીને જન્માભિષેક કરવા જે વખતે ઇદ મહાવીર સ્વામીને મેરૂ પર્વત ઉપર લઈ ગએલ તે વખતે જળના ભરેલા મેટા કળશ જોઈને ઈદ્ધને શંકા થઈ છે કે આટલું બધું જળ પ્રભુ ઉપર પડશે તે તે પ્રભુ કેમ સહન કરી શકશે ? આ ઇદ્રની શંકા ભગવાન મહાવીરે અવધિ જ્ઞાનથી જાણી પગના અંગૂઠાથી મેરૂ પર્વતને દબાશે, જેથી લાખ એજનને મેરૂ પર્વત કંપાયમાન થયે.
કૃષ્ણના સંબંધમાં પણ બ્રાહ્મણ પુસ્તકમાં લખવામાં આવેલ છે કે ઈ કરેલ ઉપદ્રવ દૂર કરવા નાની ઉમ્મરમાં એક જનને મેટ ગવરધન પર્વત ટચલી આંગળી ઉપર સાત દિવસ અધર રાખ્યો હતો અને ગોપને બચાવ્યા હતા.
બાળકીડા ભગવાન શ્રી વર્ધમાન કુંવર (મહાવીર) સમાન વયનાં બાળકો સાથે ગામબહાર બાળકીડા કરવા ગયા છે. ત્યાં આમળકી કીડા કરે છે. એવામાં એક દેવ ભયંકર સર્પનું રૂપ ધારણ કરી ઝાડના થડ સાથે વીંટાઈ જાય છે, એ જોઈ જ્યારે છોકરાઓ નામે છે, ત્યારે શ્રી વર્ધમાન તે સપને હાથથી પકડી ખેંચી કાઢી દૂર ફેંકી દે છે. છેવટ વર્ધમાનના પરાક્રમથી પ્રસન્ન થઈ દેવ વર્ધમાનનું નામ શ્રી મહાવીર પાડે છે.
કૃષ્ણ જ્યારે બાળકેની સાથે રમતા હતા ત્યારે અધનામને દત્ય કૃષ્ણને બીવરાવવા એક એજન જેવડું લાંબુ સપનું રૂપ કરી રસ્તામાં આવી પડે છે અને ઘણાં બાળકોને ગળી જાય છે. એ જોઈ કૃષ્ણ એ સપનું ગળું પકડી દબાવે છે એથી સર્પનું મોટું ફાટી જાય છે અને પોતે મરી જાય છે અને તેણે જે બાળકે ગળ્યાં હતાં તે સકુશળ બહાર નીકળી આવે છે.
સાધક અવસ્થા એકવાર મહા તપવી વર્ધમાન સ્વામી ધ્યાનમાં લીન હતા ત્યારે પાણી નામના યક્ષે અનેક ઉપદ્રવો કર્યા. છેવટ સર્પનું રૂપ ધારણ કરી પ્રભુને દંશ કર્યો. પ્રભુના શરીરમાંથી ધોળું રૂધિર નીકળતું જઇને શુળપાણી યક્ષ શાંત થશે અને પ્રભુની ક્ષમા માંગી.
કુળના સંબંધમાં લખવામાં આવે છે કે કાળીયા નામના નાગે યમુના નદીનું પાણી ઝરીલું બનાવ્યું, જે પીવાથી ધણા મનુષ્ય, તિચચ મરવા માંડ્યા. આ વાતની શ્રીકૃષ્ણને ખબર પડી. એથી કાળી નાગને પકડવાને પિતે ત્યાં જઈ પ્રયત્ન કરે છે ત્યાં શ્રીકૃષણને નાગ દંશ મારે છે. પરંતુ શ્રીકૃષ્ણ પિતાની ચપળતાથી તે નાગને તેબા પોકરાવે છે અને તેની ફણા ઉપર શ્રીકૃષ્ણ નાચ કરે છે. આથી સર્ષ શાંત થઈ શ્રીકૃષ્ણની આજ્ઞા લઈ સમુદ્રમાં ચાલ્યા જાય છે.
એકવાર મહાતપરવી શ્રી મહાવીર એક ઝાડની નીચે ઉભા હતા. એ વખતે વનમાં લાગેલે અગ્નિ ફેલાત ફેલાતા પ્રભુના પગ પાસે આવ્યા. પ્રભુના પ્રતાપે તે અગ્નિ સ્વયે શાંત થઈ ગયો.