Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
૨૧
ગ્રંથે! પણ નિહાળ્યા છે. તેઓશ્રીને પુસ્તકસંગ્રહને જબ્બર શાખ હાવાથી આમ બનવું સ્વાભાવિક છે.
આ ગ્રંથનું સમર્પણુ તેમને શા માટે ?
તેઓશ્રી વર્ષાથી અમારી સાહિત્યપ્રવૃત્તિમાં હાર્દિક રસ લેતા આવ્યા છે અને સહાયક પણ બન્યા છે. ગત વર્ષે અમારા તરફથી પ્રકટ થયેલ ‘નમસ્કારમત્રસિદ્ધિ' ગ્રંથને તેએશ્રીની વિદ્વતાપૂર્ણ મનનીય પ્રસ્તાવના પ્રાપ્ત થઈ હતી અને આ ગ્રંથને પણ તેએાશ્રીની મનનીય પ્રસ્તાવનાનેા લાભ મળ્યા છે.
વળી તેઓશ્રી પાર્શ્વનાથ અને પદ્માવતીદેવીના ખાસ આરાધક છે, એટલે આ ગ્રંથ તેમને સમર્પણુ કરવાની અમારી ભાવના થઈ. અને તેએશ્રીએ કૃપાવંત થઈ ને તેને સ્વીકાર કર્યાં, તે માટે અમે તેમના પ્રત્યે વિશિષ્ટ કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ.
અંતિમ અભિલાષા :
તેઓશ્રીના હાથે શાસનસેવાનાં વધુ ને વધુ કાર્યાં થાય અને નામ પ્રમાણે તેમના યશસ્વી જીવનને વિજય ઇતિહાસનાં પૃષ્ઠોમાં સુવર્ણાક્ષરે અંકિત થાય, એવી હાર્દિક ભાવના પ્રકટ કરી, આ જીવનપરિચય સમાપ્ત કરીએ છીએ.