Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
તેઓશ્રીને મુંબઈના શ્રીસંઘે પંદર હજાર જેટલા શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં સાહિત્ય-કલા-રત્ન”ની પદવી જાહેર કરી હતી, પરંતુ મુનિશ્રીએ તે સ્વીકારવાનો નમ્રતાપૂર્વક ઈન્કાર કર્યો હતો. આ સભામાં મુંબઈના ઘણું શ્રીમંત આગેવાનો ઉપસ્થિત હતા. એ વખતે અને ત્યાર પછી પણ તેઓશ્રીને આચાર્યપદ અર્પણ કરવાની ભાવના રથળે સ્થળેથી પ્રકટ થઈ હતી, પરંતુ તેઓશ્રીએ હજી સુધી તે માટે સંમતિ આપી નથી. ' તૈયાર થઈ રહેલું સાહિત્ય :
હાલમાં તેઓશ્રીના હાથે તૈયાર થઈ રહેલા સાહિત્યમાં શ્રી સિદ્ધચક્ર-બૃહયંત્ર, શ્રી ઋષિમંડલબૃહયંત્રપૂજનવિધિ સચિત્ર તથા શ્રી ઋષિમંડળ–સ્તોત્ર સચિત્ર, સાંવત્સરિક પ્રતિક્રમણવિધિ સચિત્ર, શ્રી પદ્માવતીદેવી–પૂજનવિધિ આદિ ગણનાપાત્ર છે. એક અચ્છા અવધાનકાર :
એક મહત્ત્વની વાત કરવી રહી ગઈ કે મુનિજી પોતે અચ્છા અવધાનકાર છે. વિ. સં. ૨૦૦૯માં વડોદરા શહેરમાં પિતાની મેળે, શતાવધાની પ્રવર્તક મુનિશ્રી જયાનંદ વિજયજીનો સહકાર લઈને ૬૦ અવધાન તૈયાર કર્યા અને પહેલે જ પ્રયોગ પૂજ્ય ગુરુદેવ, મુનિમંડળ અને શહેરીઓની સભામાં કર્યો અને તે સફળતાપૂર્વક પાર પાડ્યો. ત્યારબાદ શતાવધાનનો પ્રયોગ ધ્રાંગધ્રામાં કરવાનો વિચાર રાખેલે, પણ અન્ય ઉપાધિઓ વચ્ચે તે બની શકયું નહિ. વિવિધ ગ્રંથનું નિરીક્ષણ :
અવધાનવિદ્યા ઉપરાંત તેઓશ્રીએ વૈદકના ચરક, સુશ્રુત વાગૂભટ્ટ અને બીજા અનેક ગ્રંથનું નિરીક્ષણ કર્યું છે. સંગીતશાસ્ત્ર, યોગ, જ્યોતિષ, સ્વરોદય, કાળજ્ઞાન, હસ્તસામુદ્રિક વગેરેને લગતા વિવિધ