________________
ચેતાતંત્ર (Nervous System) વિષે પ્રાથમિક માહિતી
૩
આ કોથળીઓમાં રહેલા પાણી જેવા પ્રવાહીને c.S.E. (સેરીબ્રો સ્પાઈનલ ફલ્યુઈડ) કહે છે. તે મગજથી કરોડરજ્જુમાં વચ્ચે ઉપરથી નીચે સુધી અને મગજ તથા કરોડરજ્જુનાં બહારનાં આવરણોમાં રહેલું છે જેને કારણે મગજમાં થતો ચેપ કે બ્રેઇન હૅમરેજ વગેરે કરોડરજ્જુમાંથી પાણી કાઢીને lumbar puncture દ્વારા પણ સહેલાઈથી જાણી શકાય છે. આ C.S.Fનું કામ મગજના ચયાપચય (metabolism)માં મદદ કરવાથી માંડીને મગજમાં ઘર્ષણ ઘટાડવા સુધીનું છે. મગજના કોષોની અતિ ભારે અને જટિલ કામગીરીને લીધે તેમને અધિક પોષણ અને પ્રાણવાયુની જરૂર પડે છે; તેથી લોહીનો ઝડપી અને અધિક પુરવઠો જરૂરી રહે છે. જો લોહી તથા પ્રાણવાયુનું ભ્રમણ કૉર્ટેક્સમાં પાંચ મિનિટથી વધુ સમય માટે બિલકુલ અટકી જાય તો તેની કામગીરી હંમેશ માટે સમાપ્ત થઈ જાય છે અને જીવન પણ સમાપ્ત થઈ શકે છે.
મગજના ત્રણ ભાગ પાડી શકાય
(૧) ખોપરીના મોટા ભાગને રોકતું મોટું મગજ (Cerebrum) જેના બે ભાગ છે, જમણું અને ડાબું. આ બંને વચ્ચેનું જોડાણ કરે છે તે કૉર્પસ કેલોઝમ છે.
(૨) નાનું મગજ (Cerebellum) જે ખોપરીના પાછલા ભાગમાં હોય છે, તે પણ ડાબું અને જમણું એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. તેનું કામ મુખ્યત્વે શરીરનું સમતોલન જાળવવાનું છે. (૩) બંને મગજની વચ્ચેથી જોડતી પટ્ટી કે કડી તે બ્રેઇનસ્ટેમ કહેવાય છે. જેમાં mld brain, pons (મજ્જાસેતુ), અને medulla oblongata (લંબમજ્જા) આવેલાં છે, જેનું કરોડરજ્જુમાં સીધું પરિવર્તન થાય છે.
કાર્યરચનાની દૃષ્ટિએ મોટા મગજના ચાર ભાગ પડે છે ઃ (૧) ફ્રન્ટલ (આગળનો ભાગ) લોબ (૨) પેરાઇટલ(બાજુનો ઉ૫૨નો) લોબ (૩) ટેમ્પોરલ (બાજુનો નીચેનો) લોબ (૪) ઑક્સિપિટલ (પાછળનો) લોબ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org