Book Title: Katha Battrishi Ek Parishilan Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan View full book textPage 6
________________ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. મંત્ર, તંત્ર અને જ્યોતિષ વગેરે વિદ્યાઓ અર્થોપાર્જનાદિના ઉપાયોનું વર્ણન કરનારી અર્થક્યા છે. પ્રાસાદાદિને નિર્માણ કરવા અંગેના શિલ્પશાસ્ત્રાનુસાર અર્થોપાર્જનાદિના ઉપાય સ્વરૂપ શિલ્પનું વર્ણન કરનારી કથા અર્થક્યા છે. આવી જ રીતે વાણિજ્યાદિ ઉપાયોનું જેમાં વર્ણન કરવામાં આવ્યું હોય તે ક્યા અર્થક્યા છે. અર્થોપાર્જનાદિમાં નિર્વેદ(કંટાળો) ન કરવો, યોગ્ય સમયે માલ ભરી રાખવો; મૂડી પૂરતા પ્રમાણમાં ભેગી કરવી વગેરે સંચય પણ અર્થોપાર્જનાદિનો ઉપાય છે. તેનું વર્ણન કરનારી અર્થથા છે. વ્યાપારાદિની નિપુણતા; સૌમ્ય ભાષણ; બીજાને ત્યાં જનારા ગ્રાહકોને તોડવાનું કોઈ પૈસા વગેરે ન આપે તો શિક્ષા-દંડ કરવો અને અવસરે અવસરે ગ્રાહકોને ભેટ વગેરે આપીને ખુશ રાખવા... ઈત્યાદિ અર્થપ્રાત્યાદિના ઉપાયોનું જેમાં ખૂબ જ ઉપયોગપૂર્વક વર્ણન કરવામાં આવ્યું હોયતે કથા અર્થથા છે. આવી તો કંઈકેટલીય અર્થકથાઓ પ્રસિદ્ધ છે. વર્તમાનપત્રો અને પુસ્તકો દ્વારા એ કથાઓ વિસ્તરતી જ જાય છે. અર્થના ઉપાર્જન, સંવર્ધન અને સંરક્ષણ માટે અનેકાનેક જાતની યોજનાઓ આપણને અનેક માધ્યમોથી જાણવા મળે છે. એ બધા જ માધ્યમોથી ચાલતી કથાઓ “અર્થક્યા’ છે. I૯-રા. DિECEMBEDDDDDDEDPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 66