________________
તેકા નામા ષષ્ઠ કર્મગ્રંથ
સિધ્ધપએહિં મહત્મ્ય બંધોદય સંત પડિ ઠાણાણું વુચ્છું સુણ સંખેવું નીસંદ દિઢિવાયસ્સ ||૧||
ભાવાર્થ :- સિધ્ધ છે પદો જેમાં, એવા ગ્રન્થો થકી, બંધ-ઉદય-સત્તા પ્રકૃતિના, સ્થાનોના મોટા અર્થવાળા, દ્રષ્ટિવાદના ઝરણા રૂપ, સંક્ષેપને હું કહીશ તે તું સાંભળ ॥૧॥
વિશેષાર્થ::- અચલ એવા પદ છે જેમાં, એવા ગ્રન્થો કર્મ પ્રાભૂત-કર્મપ્રકૃતિ આદિ, સર્વજ્ઞ કથિત અર્થને જણાવનારા બંધ-ઉદય અને સત્તા રૂપે પરિણમેલી કર્મપ્રકૃતિના સ્થાનોનો સંક્ષેપ દ્રષ્ટિવાદ નામના બારમા અંગના ઝરણારૂપ સારને કહીશ દ્રષ્ટિવાદને વિશે પહેલુ પરિકર્મ (૨) સુત્ર (૩) પ્રથમાનુયોગ (૪) પૂર્વગત (૫) ચૂલિકા એ પાંચ દ્વાર કહેલા છે તેમાં ચોથો ભેદ જે પૂર્વગત છે તેમાં ૧૪ પૂર્વ છે. તેમાંનું બીજી અગ્રાયણીય નામનું પૂર્વ છે તેમાં ૧૪ વસ્તુ છે તેમાંની પાંચમી વસ્તુમાં ૨૦ પ્રાકૃત છે તેમાં કર્મપ્રકૃતિ નામે ચોથું પ્રાભૂત આવેલુ છે. તે ચોથું પ્રામૃત ૨૪ અનુયોગ વાળું છે. તેમાંનું જે ત્રીજા અનુયોગ બંધ-ઉદય અને સત્તા રૂપ આવેલો છે તેના સંક્ષેપને હું કહીશ
કંઈ
બંધતો વેઈ
કઈ કઈવા સંત પયડિ ઠાણાણિ
મૂત્યુત્તર
પગઈસુ ભંગવિંગપ્પા મુણેઅા ગરી
ભાવાર્થ :- કેટલી પ્રકૃતિ બાંધતા કેટલી પ્રકૃતિ વેદાય અથવા કેટલી પ્રકૃતિ બાંધતા, કેટલી પ્રકૃતિ વેદાતા કેટલી પ્રકૃતિના સત્તા સ્થાન હોય, તે મૂળ કર્મને વિષે તથા ઉત્તર પ્રકૃતિઓને વિષે ભાંગાના વિકલ્પો જાણવાયોગ્ય છે. રા વિશેષાર્થ :- આ ગ્રન્થમાં મૂળકર્મ તથા તેની ઉત્તર પ્રકૃતિના બંધસ્થાનકો