________________
અબંધ ૪નો ઉદય ૪ની સત્તા હોય છે.
કર્મની ઉત્તર પ્રકૃતિની સંખ્યા પંચનવદુન્નિઅકા
કર્મગ્રંથ-દ
વીસા ચઉરો તહેવ બાયાલા
દુષિ અ પંચ ય ભણિયા પયડીઓ આણુ યુવીએ દા
ભાવાર્થ :- પાંચ-નવ-બે-અઢાવીસ-ચાર-બેતાલીશ તેમજ બે અને પાંચ એમ અનુક્રમે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મની પ્રકૃતિઓ કહેલી છે. Ill વિશેષાર્થ :- ઉત્તર પ્રકૃતિઓને આશ્રયીને સંવેધ ભાંગાઓનું વર્ણન કરતા દરેક કર્મની કેટલી કેટલી પ્રકૃતિઓ હોય છે તે જણાવાય છે.
જ્ઞાનાવરણીય કર્મની પાંચ-દર્શનાવરણીય કર્મની નવ-વેદનીયકર્મની બે, મોહનીયકર્મની અઠ્ઠાવીસ-આયુષ્યકર્મની ચાર-નામકર્મની બેંતાલીશ, ગોત્રકર્મની બે અને અંતરાયકર્મની પાંચ આ રીતે કુલ આઠે કર્મની થઈને સત્તાણુ પ્રકૃતિઓ થાય છે.
ઉત્તર પ્રકૃતિઓનો બંધોદયસત્તા સંવેધ
બંધોદય
સંતસા
નાણાવરણૢતરાઈએ પંચ
બંધોવરમંવિ
ઉદય
સંતંસા હુંતિ પંચેવ ll ભાવાર્થ :- જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મને વિષે બંધ-ઉદય અને સત્તારૂપ અંશો, પાંચ પ્રકૃતિના હોય છે. તથા બંધના અભાવમાં પણ પાંચ પ્રકૃતિનો ઉદય અને સત્તા હોય છે. બ્રા
જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મને વિષે સંવેધ ભાંગા
વિશેષાર્થ ઃ- જ્ઞાનાવરણીય અને અંતરાય આ બંન્નેકર્મને પાંચ, પાંચ ઉત્તર પ્રકૃતિઓ હોય છે.
બંધમાં ધ્રુવબંધીની હોવાથી એક સાથે બંધાય છે. ઉદયમાં ધ્રુવોદયી હોવાથી એકસાથે ઉદયમાં હોય છે. અને સત્તામાં ધ્રુવસત્તારૂપ હોવાથી એક સાથે સત્તામાં હોય છે.
આ કારણથી પાંચ પ્રકૃતિનું બંધસ્થાન-પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન અને પાંચ પ્રકૃતિનું સત્તાસ્થાન હોય છે.