________________
૮૧૦ : પૂ. સૂરીશ્વરજીની જીવન સાધના
અન્ય જીવાને જ્ઞાનનું પ્રદાન કરવા લાગ્યા. સાધનાપૂર્વક સત્ય અને શાસ્ત્રોના પ્રચારાથે પરોપકારવૃત્તિથી કરાતા ઉપદેશ જડ અને આગ્રહી જીવાને પણ અસર કરે છે. મુનિશ્રી લબ્ધિવિજયજીના ઉપદેશની અસરે
અનેક કટ્ટર માંસાહારીઓને શાકાહારી, ભીને ઉદાર, અને રાણીને ત્યાગી બનાવ્યા હતા. આજે પણ તેમાંના કેટલાક તેઓના ઉપકારને કૃતજ્ઞસાવે યાદ કરી ઉપકારીના વસ્તુની વેદના અનુભવે છે.
અન્યાન્ય દેશે, નગરી અને ગામેમાં પ્રવાસ કરીને તેઓએ પેાતાના જ્ઞાનથી કરેલા પરોપકાર તેઓના સયમમાં નોંધપાત્ર હતા.
બૈરાગ્યને નિર્મળ તથા દૃઢ બનાવવા અને અન્યાન્ય જીવાને ઉપકાર કરવા માટે સાધુ ધર્માંના નિયમ પ્રમાણે પગે ચાલીને દેશ-પ્રદેશમાં ફરવું તેને જૈન પરિભાષામાં વિહાર કહેવાય છે. મુનિશ્રી લબ્ધિવિજયજી પેાતાની વૃદ્ધાવસ્થા સુધી મેવાડ, મારવાડ, બંગાળ, બિહાર, પંજામ, મુલતાન, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર મુબઈ, સુરત, વગેરે દૂર દૂરના પ્રદેશોમાં હજારા માઇલ પગપાળા વિચર્યા હતા અને તેને દેશની ભાષામાં ઉપદેશ આપીને વિવિધ ઉપકારા કર્યા હતા.
તેઓના ઉપદેશમાં એ વિશિષ્ટતા હતી કે બાળ, મધ્યમબુદ્ધિ કે પંડિત, શ્વેતા જેવા હાય તેને તે રીતે એધ થતા, ગહન તત્ત્વજ્ઞાનના વિષયને પણ સરળ ભાષામાં એવી રીતે સમજાવતા અને વિવિધ યુક્તિઓ, દૃષ્ટાન્તાથી એ રીતે પ્રતિપાદન કરતા કે મુગ્ધ કે આગ્રહી, બાળ કે પતિ સને સારા લાભ થતા.
આવી અનેક શક્તિઓ પ્રગટ થવામાં
તેઓના પૂ. ગુરુદેવના જીવનની પવિત્રતા, ચારિત્રના રાગ અને આશિર્વાદ વગેરે કારણેા પણ હતાં.
સંતના આશીર્વાદ એક એવી દિવ્યશક્તિ આપે છે કે જેનાથી દુઃસાધ્ય કાર્યો પણ સુસાધ્ધ બની જાય છે, જે જે પેાતાના વિકાસ સાધે છે તે સર્વને બહુધા મહાપુરુષોના આશીર્વાદ મળ્યા હોય છે. સાધકનું જીવન જે ગુણગભીર હાય છે તેા વિના માગે પણ સૌના આશિાદ તેને મળે છે.
મનુષ્ય આશિર્વાદ મેળવવા મથે છે, કોઈના નિઃસાસા તેને ઇષ્ટ નથી, તેનું કારણુ એ છે કે આ આશિર્વાદમાં અચિંત્ય શક્તિ હાય છે. મુનિ શ્રી લબ્ધિવિજયજીનું જીવન પવિત્ર હતું કે તેને અનેક મહાપુરુષોના આશિર્વાદ મળ્યા હતા.
અહીં એ જણાવવુ જરૂરી છે કે મુનિશ્રી લબ્ધિવિજયજીના ગુરુ એક ચેાગી પુરુષ હતા, કટ્ટર ત્યાગી અને વિરાગી હતા, તેમાં નિઃસ્પૃહતા, સત્યપ્રિયતા, નિરાભિમાનતા, નિર્ડરતા, વાત્સલ્ય, વગેરે એવાં અદ્ભૂત હતાં કે તેથી તેમના કાળમાં તે સૂરિપદ જેવા ઊચ્ચતમ સ્થાને બિરાજ્યા હતા. કર્તવ્યનિષ્ઠા તેની કડક હતી, કોઈની શેડ-સિફારસ તેઓને સ્પર્શી શકી ન હતી, તે પણ દાક્ષિણ્યતા પરાપકારપરાયણતાને તે અખંડ સાચવી શકયા હતા. શ્રી સ ંઘે પૂ. આત્મારામજી મહારાજ અપર નામ પૂ. આ. મ. શ્રી વિજયાનંદસૂરિજીની કે પછી તેની પાટે પૂ. આ. મ. સા. વિજયકમળસૂરીશ્વરજી મહારાજાને તેમના પટ્ટધર અનાવ્યા હતા. શ્રમણ સમુદાયના ચારિત્રની અને જિનવચનની રક્ષા માટે તેની ધગશ અદ્ભૂત હતી. ભવ્ય આકૃતિ, ઊંચી પડછં