________________
ચેાજક છે, લેખક પણ છે અને છેલ્લા બે પૂ. પંન્યાસ પ્રવરે ઉમદા કાવ્ય સર્જ કા-કવિઓ પણ છે.
પૂ. પં. શ્રી, મહિમાવિજયજી ગણિ પ્રશાન્ત ભદ્ર પરિણામી અને સૌજન્યશીલ છે, તેએશ્રી મહિમાસ પન-અમરપ્રભાવાપની છે. પરોક્ષ રીતે તેઓશ્રી ઉપર દૈવીવાસક્ષેપ ક્ષરે છે; અનેક યુવાન હૃદયાને આકર્ષક અને ધમ માગે જોડનાર-સ્થિર કરનાર છે.
:
પૂ. પં. શ્રી. વિક્રમવિજયજી ગણિ પ્રશાન્ત પ્રતિભાશાલી અને સમયજ્ઞ છે, તેઓશ્રી સારા વિદ્વાન, વક્તા અને સુંદર તર્કશક્તિ ધરાવે છે. આગમ શાસ્ત્રાનું અધ્યયન ઊંડું છે, ન્યાયમાં નિપુણ છે; વાણીમાં માનવતાભરી મિઠાશ છલકે છે. પૂ. ગુરુદેવની તેમણે ખડેપગે સેવા કરી છે. ઉપરાંત શુભ સલાહકાર અને માર્ગદર્શક પણ છે.
પં. શ્રી. કીતિવિજયજી ગણિ
સમાજને એએશ્રીના પરિચય કરાવવેા એટલે માને મામાનું ઘર બતાવવુ. એમની પ્રભાવક વિદ્વતા, તેજસ્વી ધનિષ્ઠા, અદ્વિતીય પાપકારપરાયણતા અને નિકૃત્રિમ સાધ્રુત્વભરી સયમ યાત્રાએ અદ્ભૂત ઇતિહાસ સર્જયો છે. દક્ષિણ મહારાષ્ટ્ર-કર્ણાટકના ખૂણે ખૂણે ધમ-જાગૃતિ, પવિત્રસદાચાર, ઉદારતા, દાનરુચિ ફેલાવી લાખ્ખા હૈયાને કલ્યાણુકારી ધર્માનુષ્ઠાનામાં જોડી જૈનશાસનની ગૌરવવંતી પ્રભાવના કરી છે; સાહિત્યના અભ્યાસી છે. એઓશ્રીના સંપાદન તળે જુદી જુદી ભાષામાં ૩ લાખ જેટલી નકલાના જનસમાજમાં ફેલાવા થયે છે, તેમની કાવ્ય રચના શક્તિ અનુપમ છે.... સીધી સાદી રાચકશૈલીમાં ગુંથાયેલા કાન્યા
કલ્યાણ : જાન્યુઆરી ૧૯૬૨ : ૮૫૯
હૈયાને સ્પશી જાય છે; કાવ્યમય શૈલોના એમના પ્રવચનમાં કઈ એવા અને જાદુ ભર્યા છે કે જ્યાં જ્યાં એ જાહેર વ્યાખ્યાના ચાજાય છે ત્યાં કીડીયારા જેમ ઠઠ જામે છે.... વળી તેમની શૈલી સરળ-રોચક અને લેાકભાગ્ય હાઇ સમાન્ય બની ગઇ છે. તે લેખકકવિકુલતિલક-પ્રખરવક્તા ઉપરાંત શતાવધાની પણ છે.
મુનિશ્રી જીતેન્દ્રવિજયજી: સારા લેખક અને ધર્મ પ્રચાર કરવાની અનુપમ તમન્ના ધરાવે છે, બાળકો માટે તેમણે સારુ સાહિત્ય સર્જ્યું છે. જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ-પૂના એ
તેમની દેખરેખ નીચે ચાલનારી સંસ્થા છે. સ્વભાવે શાંત અને ચારિત્રશીલ વ્યક્તિ છે. તેમના શિષ્ય હરીશભદ્રવિજયજીએ પણ ઠીક પ્રગતિ સાધી છે.
પૂ. મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી મ. ગુરુભક્તિમાં જેને ફાળા નોંધપાત્ર છે. સાહિત્ય તત્વજ્ઞાનના ક્ષેત્રે ઊંડું ચિંતનાત્મક જ્ઞાન ધરાવે છે. વ્યવડારદક્ષ અને પ્રેમાળ છે.
પૂ. મુનિરાજ શ્રી નેમવિજયજી મ. પ્રશાન્ત-મળતાવડા અને સદા પ્રવૃત્તિશીલ-કાર્યકુશળ છે, જ્યાતિષનાં તેએ સારાં અભ્યાસી અને ગુરુદેવના સાહિત્યના સંપાદક છે. તેઓએ લાગલગાટ ત્રણ વર્ષીતપ પણ કર્યા છે.
પૂ. મુનિશ્રી કલ્યાણુવિજયજી મ. ૬૮, મુનિશ્રી વિનયવિજયજી મ. મુનિશ્રી સુધાકરવિજયજી મ. ૪૧, મુનિશ્રી ગુણાકરવિજયજી મ. મુનિશ્રી નાગેન્દ્રવિજયજી મ. ૪૮, મુનિશ્રી સ્થૂલભદ્રવિજયજી મ. ૪૬, મુનિશ્રી પૂર્ણ ભદ્રવિજયજી ૨૩, મુનિશ્રી ભરતવિજયજી ૪૦, મુનિશ્રી ગુણુરત્નવિજયજી ૩૫, મુનિશ્રી હેમપ્રભવિજયજી ૩૩,