________________
ભાગ્યવાન! સાંભળે!
શ્રી વિજયભદ્ર
શરીર થાકેલું હતુ. પણ....મુખ ઉપર તેજ હતું. કાયા-જવરથી થરથરતી હતી તે પણ....વાણીમાં મધુરતા હતી. ગંભીરતા હતી. આવા એ સંત ! ત્યાગી, વૈરાગી, મહાવ્રતધારી.
પ્રભુએ ગૌતમ સ્વામીને ક્યાં નથી કહ્યું ? શું વિનયી ગણધર પ્રમાદી હતા ? અજ્ઞાન હતા? ના...ના...
આ તો એ નિમિત્તે આપણને હિતોપદેશ આપ્યો છે, ઉંધત ને જાગતા રહેવાની નોટીસ છે. લાલબત્તી છે.
જ્ઞાનની આરાધના, ભક્તિ માનવીની મુક્તિ છે. સાહિત્યનું સર્જન દુઃખનું વિસર્જન છે. આધ્યાનનું નિવારણ છે.
જીવ-કર્માધીન છે. હંમેશાં...ચેતતા રહેવું અત્યંત જરૂરી છે. સમજો !
ઘણાં વિચાર કરી...ઘણી હિંમત કરી... મનથી મકકમ નિર્ધાર કરી મેં વિનમ્રભાવે વિનંતિ કરી.
ગુરુદેવ! આપે ઘણું સાધ્યું. ઘણું સાહિત્ય સર્યું. ઘણાં કો-કાવ્યો રચ્યા. હવે જરૂર છે, આપને વિશ્રામ ની. શાંતિ ...ની. એના વિના આ કાયા કામ નહીં આપે. સારું થયે ડબલ વેગે, પૂર ઝડપે પ્રગતિ સાધીશું. ઉપકાર કરતાં...અપકાર થાય તો ? અશક્તિ, અશાતા વધે તો ? ઘણું ખેંચવાથી આપનેજ દુઃખ થશે વિન નડશે. ડોકટરે ૫ણુ “ના” પાડે છે. વૈધો * શાંતિ” આપવા કહે છે. શ્રાવકે ઘણા મુંઝાય છે. કાંઈક શાંતિ . સ્વીકાર કરો, કૃતજ્ઞ કરો. આભારી કરે.”
ગુરુદેવ! આપની આગળ હું બાળક ! મારી ફરજ છે સેવા કરવાની. હું અંતરાય કરવા નથી ઈચ્છતો. હું પ્રમાદને પક્ષ નથી કરતો. હું સ્વાથી, અસાર સંસારને નથી જેતે. પણ... ઘણાં દિવસથી હું જોઉં છું.. આપ અવિરત પણે સુખમાં કે દુ:ખમાં જ્ઞાનસાધનામાં મગ્ન છે. સાહિત્ય સર્જનમાં એકાગ્ર છો. કવિ-કલ્પનામાં પ્રવીણ છે. પરંતુ....એથી શરીર શ્રમિત થાય છે. મનની અસર તન પર પડે છે. મનને મોકળું કરવા તનને નિરોગી બનાવવા ઘણી હિંમતથી મેં મારી અ૫ બુદ્ધિથી વાત કરી છે. આપ જ્ઞાની છે. હું અજ્ઞાની ! વધુ શું કહું ? અ...રિ...હં...ત... અ...રિ.........
વત્સ ! તારી વાત સાચી. પણ .. કાલ કોણે દીઠી છે ? આ શરીર નાશવંત છે. દગાબાજ છે. પાણીમાનું પતાસું છે. આરાધ્યું તેટલું આપણુ. કમાણી કરી તેટલી આપણી.
એક પળ પ્રમાદ ન કર ”