________________
સૂરીશ્વરજીનાં ચરણામાં
પૂ. પરમગુરૂદેવ
શ્રી હીરાચંદ સરૂપચંદ ઝવેરી સુબઇ
પૂ. પાદ સૂરિદેવનાં ચરણામાં ભકિતભાવભર્યા હૈયે લેખક પેાતાનાં વચન કુસુમેાની અલિ અપી રહ્યા છે.
G
હે પ્રભો ! અંતરનાં અટલ અને અમાપ ઊંડાણમાંથી અવાજ ઉઠે છે અને આપની યાદ તાજી થાય છે. સાચા સ્નેહીને સમયનાં અને સ્થાનનાં અંતર અથવા ખંધન નડતાં નથી.
હું વિભા ! ભકત અને ભગવાનના આપણા શુદ્ધ અને સાત્ત્વિક સ્નેહની, જળ અને મીન જેવા આપણા ચિરંતન પ્રેમની ક્રૂર વિધાતાને ઈર્ષ્યા આવી અને આપણી વચ્ચે વસમા વિસેગની વસમી ગગનચૂખી દિવાલ ખડી કરી.
હે નાથ ! સ્વપ્નમાં પણ આપની યાદ આવતાં, આપની પ્રથમ-સ-નિમગ્ન' શાંત અને સૌમ્ય રસથી અલંકૃત, ન્ય તેજશ્રી ઝળહળી રહેન્રી, આપની અદ્ભૂત-અનુપમ– અલૌકિક, નયન મનાહર-મનમાહક મુગ્ધ મુખમુદ્રાનાં દર્શન થતાં નિદ્રા વેરણ બને છે અને ‘નયન-ગંગા'ને તીર્‘અક્ષુ-મેતી'ની ધારા
વરસે છે.
મુક્તિ
હે ગુરૂદેવ ! હુ· અને આપ એક જ મા'ના પ્રવાસી હતા. મારાં કમભાગ્યે મુકિત માના મારા પ્રવાસમાં માહ-મમતાના, રાગદ્વેષને, વિષય-વાસનાના, ક્રોધ-કષાયને ગાઢ અધકાર છવાઈ ગયા અને સન્માન છોડી હું ઉન્માર્ગે ચડી ગયા.
હે કૃપાસાગર ! એક સહ-પ્રવાસી માગ ભૂલે તા શું બીજા સહ-પ્રવાસીની ફરજ નથી કે એને સન્માગે ચઢ઼ાવે ? દેવ અને ગુરૂ તે માતાની માફક પ્રેમ અને કરૂણાની મૂતી હાય છે. માતા શું ગાંડા-ઘેલા બાળકને કદાપિ તરહે છે ? ના, હા ! કદાપિ નહિ, હે પ્રભુ ! ગાંડા-ઘેલા પણ હું આપના ખાળ છું.
હે આત્મ-કમળના દિનકર ! સૂર્ય હજા૨ા માલ દુર હોવા છતાં એના કિરણા વડે કમળ
ખીલે છે અને અંધકાર નાશ પામે છે. હું નાથ! આપ અમને રડતા મૂકી દૂર દૂર અંતરીક્ષમાં-ચંદ્ર-સૂર્યથી પિતા, અપ્સરાઓથી શોભતા, સુવર્ણમય શિખરીથી ઝળહળતા, સાનેરી તારલાઓના સાનેરી મહેલમાં વસી રહ્યા છે. આપ અંતરના શુભ આશીર્વાદની ધારા વરસાવી અમારા મિથ્યાત્ત્વના અંધકારને દૂર કરી સમ્યક્ત્વના કમળને ખીલવવાની આપના આ ગાંડા—ઘેલા ખાળની હૃદયની આરઝુ સ્વીકારો.
હું નયનાની જ્યેાતિરૂપ ગુરૂદેવ ! આપના વિરહું મારા જીવનમાં દાવાનળ પ્રગટાવે છે. એ દાવાનળને શાંત કરવાને સાગરને કિનારે જઇએ છીએ. પરંતુ સાગર પર વાતા અનિ
લના ગુંજનમાં મને આપના શબ્દો સભળાય છે અને હું બેચેન બની જાઉં છું.
હે કરૂણા-રસ–સિધો ! એકાએક મારી દૃષ્ટિ સાગરનાં મેાજાનાં વહેણ પર પડે છે. સાગરનાં માજાં ચંદ્રને મળવાને માટે કેવાં ધસમસે છે! પણ બીજી જ પળે કિનારા પર રહેવા ખડકો સાથે અથડાઈને ભાંગી જાય છે. પરંતુ શું સાગરનાં મેાજા કદી થાકે છે ?
હું જીવનનૈયાના સુકાની ! આ મારા હૃદયસાગરમાં આપને મળવાને માટે પ્રવજ્યાના
મેાજા ઉછળી રહ્યાં છે, પરંતુ ‘ભવસમર’ને કિનારે રહેલાં ચારિત્ર-માઠુનાય-કર્માંના ખડકો સાથે અથડાઇને ભાંગી જાય છે. પરંતુ હું કદી થાકવાના જ નથી. જીવનની અતિમ સંધ્યા
સુધી, આખરી શ્વાસેાશ્વાસ સુધી આપની પ્રતિક્ષા કરીશ. એક ભવ નડિ, અનેકભવ-ભવાલવ આપના સનાતન પ્રેમના ચિરંતન યજ્ઞમાં હુ મારા જીવનરૂપી નૈવેદ્યની આહુતિ આપીશ. કારણ ત્યાગ એ ‘પ્રેમ-મંદિર'ના પાયા છે, સમર્પણ . એના સ્થંભ છે, ચેગ એના કળશ છે. અને આપ મારા પ્રેમ મંદિર’ના પ્રાણ છે !