________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર જૈનધર્મનું જ્ઞાન આપ. પિતાનાં સગાંવહાલાંઓના સ્વાર્થી માટે જેટલું બને તેટલે આત્મભેગ આપ. નકામી બેસી ના રહે. મનમાં આત્મગુણનું ચિંતવન કર. માતાની આજ્ઞા પ્રમાણે ઘરનાં કાર્યો કર અને સર્વનું કલ્યાણ થાય એવાં સમાજનાં, સંઘનાં કાર્યો કર. પિતાની શક્તિઓ છતે અપરાધીઓને માફી આપ અને દુષ્ટ રાક્ષસને સ્વપરાક્રમથી જીતી લે. શસ્ત્રાસ્ત્રની કેળવણી લે. સર્વજાતીય બાલિકાઓની સાથે એકસરખી રીતે રમતગમતમાં ભાગ લે અને દુઃખી ગરીબ બાલિકાઓને સહાય આપ.
દયા, પ્રેમ, શૌર્ય એ મારું રૂપ છે, માટે એ જ્યાં હોય ત્યાં મારું પ્રગટ સ્વરૂપ અપેક્ષાઓ જાણ. મદદ માગનારાઓની વહારે ચઢ. દુઃખીઓના પિકારો સાંભળ. વિશ્વના સર્વ જીવો માટે જીવન છે, એમ નિશ્ચય કર. કલિયુગમાં કલિયુગના અનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રાદિ મનુષ્ય ગુણ-કર્મોને ઉત્સર્જાપવાદથી કરશે એમ જાણ.
કલિયુગમાં જે મારા પર શ્રદ્ધા–પ્રેમ ધારણ કરશે તેઓ ભક્ત બનશે. વહાલી પુત્રી પ્રિયદર્શના ! દુઃખીઓની દવા, અન્ન વગેરેથી સારવાર કર અને ધર્મયુદ્ધમાં ઘવાયેલાઓની સારવાર કર. વહાલી પુત્રી ! વિશ્વના જીવોની સેવા એ જ મારી સેવા જાણ, પુરુષોના સમાન સ્ત્રીઓને દરજજો છે, માટે સ્ત્રીઓની ઉન્નતિ જે જે માગથી થાય છે તે માર્ગોમાં વહન કર. ગૃહસ્થાવાસમાં દાનથી મુક્તિ મળે છે. જેનધર્મ પાળનારા અને મારા પૂર્ણ રાગી ગૃહસ્થાને અને ત્યાગીઓને સહાય આપ. પ્રસંગોપાત્ત ધર્યયુદ્ધમાં પ્રવેશ કર અગર સહાયક બન. જે કન્યાએ માતા વગેરેને પજવે છે, રીસ કરે છે, કલેશ કરે છે તે ઉત્તમ સ્વભાવને પ્રાપ્ત કરી શકતી નથી.
વહાલી પ્રિયદર્શના પુત્રી ! તું સાગરની પેઠે ગંભીર બન. ઉત્તમ ગુણો જ વસ્ત્રાભૂષણે કરતાં અત્યંત કિંમતી છે, એમ માની ઉત્તમ ગુણોને પ્રાપ્ત કર. સર્વ બાબતોમાં વિવેકી બન. અશક્ત વિચાર
For Private And Personal Use Only