________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર શિક્ષણ આપ્યું છે તે પ્રમાણે વર્તીને કર્મગિની થા. સતી શ્રી યશદાદેવી મારી પેઠે તારા લાયક સર્વ શિક્ષણ આપ્યા કરશે. તેનામાં અપૂર્વ ભક્તિશક્તિ જાગ્રત થઈ છે. શ્રીયુત નંદિવર્ધન તને રાજકીય, વ્યાપારિક આદિ અનેક બાબતોનું દરરોજ શિક્ષણ આપ્યા કરશે. શ્રી નંદિવર્ધનની સ્ત્રી સર્વકાકુશલ પંડિતા છે. તેના સમાગમથી તને અપૂર્વ શિક્ષણ મળશે. સ્ત્રીસંઘની ઉન્નતિ કરવા માટે–કમગિની બનવા માટે તું પૂર્ણ ઉત્સાહવાળી થઈશ.
પિતાના પિંડના પિષણ માટે તે આખી દુનિયા જીવે છે, પણ જેઓ પરમાર્થ માટે જીવે છે તેઓ ખરેખરા જીવતા છે, ઈત્યાદિ પરમાર્થ શિક્ષણને આચારમાં મૂકી બતાવવા માટે બાહ્ય સુખનો, બાહ્ય સંપત્તિઓનો અજેના માટે ત્યાગ કરવો અને વિશ્વના ને ત્યાગીનો આદર્શ બતાવી તેઓને ઉચ્ચ બનાવવા માટે મારો તીર્થંકર પરમાત્માનો અવતાર છે. તેમાંના આયુષ્યને છેલે ભાગ ત્યાગી બની વિશ્વના લેકેના ખાસ હિતાર્થે ગાળવાને છે. તેમાં પ્રવર્તાથી વિશ્વને ઉદ્ધાર થવાનો છે. મારે એ માગે હવે વિચારવાનું છે. માટે તેમાં મને પ્રવર્તાવા માટે અનુમોદન કર.
પ્રિયદર્શનઃ પૂજય સર્વતીર્થસ્વરૂપ પિતાજી! જ્યારે હવે તમે ત્યાગી થવાના છે અને વિશ્વના લેકોના હિતાર્થે સર્વ વસ્તએને ભેગ આપવાના છે, તે હું તમારા એવા વિશ્વકલ્યાણમય ત્યાગમાં આડી આવતી નથી. હું તમારા (ભાગને) સાથુનયને અનુદું છું. મારું હૃદય કોણ જાણે શાથી શેકથી ઊભરાઈ જાય છે. આપના હાથે હું ઊછરેલી છું.
વિશ્વોદ્ધારરૂપ કાર્ય કરવાનું મન કોણે ન થાય? આપ પ્રભુ તે કાર્ય કરવા સમર્થ છે; પરંતુ અહીં રહી, શુભ સંકલ્પ કરી વિશ્વોદ્ધાર કરે તે તે બની શકે તેમ છે. આપે એક દિવસ કહ્યું હતું કે જ્યારે વિશ્વમાં અજ્ઞાન, ત્રાસ, હિંસા, પાપીઓનું
For Private And Personal Use Only