________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. પુત્રી પ્રિયદર્શનાને ઉપદેશ
પ્રિયદર્શના પૂજ્ય તીર્થસ્વરૂપ પિતાજી ! આપને નમન વંદન કરું છું. મારી માતાજી ગઈકાલે કહેતાં હતાં કે આપ ત્યાગી થવાના છે અને ઘરમાં રહેવાના નથી. આપ એવું શું કાર્ય કરવા ધારો છે કે જેથી આપ ઘરમાં રહેવાનું પસંદ કરતા નથી. મને તે આપના વિના એક ક્ષણમાત્ર પણ રહેવાય નહીં. મને આ૫ દરરોજ પૂર્વકાલીન તીર્થકરોની, મહાસતીઓની વાર્તાઓ સંભળાવે છે તે કોણ સંભળાવે ? આપની સાથે વાત કરવાનું બહુ ગમે છે અને આપની વાત સાંભળતાં ઊંઘવાનું મન પણ થતું નથી. હું તમને ત્યાગી થવા નહીં દઉં? - પરબ્રહ્મ મહાવીર ઃ વહાલી પુત્રી પ્રિયદર્શના ! તારી વાત સાચી છે. હું ત્યાગાવસ્થા ગ્રહણ કરવાને છું. આખું જીવન સર્વ વિશ્વ માટે હોમી દેવું એ ત્યાગ છે. વિશ્વના જીવને સત્યપ્રકાશના માર્ગે લઈ જવા માટે સર્વ વિશ્વને ઘર માની, કુટુંબ માની, આત્મા માની પ્રવર્તવું તે ત્યાગ છે. વિશ્વોદ્ધાર કરવા માટે ત્યાગી બન્યા વિના તે કાર્ય બની શકે તેમ નથી, એવી મારી નિયતિ છે. માટે મારે ત્યાગી બનવું જોઈએ. સર્વ વિશ્વ માટે સર્વત્ર સત્યનો પ્રકાશ કરવા ફરવું જોઈએ. તે કાર્ય ઘરમાં રહેવાથી બની શકે તેમ નથી.
મારા પછી મારી પેઠે તને અનેક તીર્થકરની વાર્તાઓ શ્રી યશદાદેવી સંભાવશે. હાલ તને જેટલું શિક્ષણ મળ્યું છે તેટલું પચાવ. તે પ્રમાણે વર્તન કર. ગૃહસ્થાવાસને ચગ્ય તને શિક્ષણ આંધ્યું છે અને આત્મમહાવીરની ભક્તિ સંખંધી જે જે ભક્તિ
For Private And Personal Use Only