Book Title: Jivannu Jawahir Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 7
________________ અને સતત બોલીને બીજાઓ પર છાપ પાડવાનો પ્રયાસ કરતો. સામી વ્યક્તિની વાત શાંતિથી સાંભળવાને બદલે પોતાની વાત જ કરે જતો અને એથી કેટલાક લોકો એની વાચાળતાથી કંટાળીને એને સામેથી આવતો જુએ એટલે રસ્તો બદલી નાખતા અથવા તો રસ્તાને બીજે છેડે જતા રહેતા. એક વાર બેન્જામિન ફ્રેન્કલિનના મિત્રએ એને એની આ ક્ષતિ સમજાવી. એણે કહ્યું કે તમારી પાસે આગવી કાર્યશક્તિ હોવાથી આવી વાચાળતાનો આશરો લેવાની જરૂર નથી. તમારી વાચાળતા જ તમારા માટે અણગમો પેદા કરનારી બની છે. બેન્જામિન ફ્રેન્કલિને મિત્રની એ સલાહ સ્વીકારી અને એણે જીવનમાં મૌનનો મહિમા કર્યો. બીજાની વાત શાંતિથી સાંભળવાનું ધૈર્ય કેળવ્યું. પરિણામ એ આવ્યું કે બેન્જામિન ફ્રેન્કલિન વિજ્ઞાની તો થયો, પરંતુ અમેરિકાને સ્વતંત્રતા આપનાર કુશળ મુત્સદી પણ બન્યો. ૧૦ જન્મ : ૧૭, જાન્યુઆરી, ૧૭૦૬, બોસ્ટન, અમેરિકા અવસાન - ૧૭, એપ્રિલ, ૧૭૯૦, ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા, અમેરિકા જીવનનું જવાહિર પ્રસન્ન સહનશક્તિ સતત ચાર વખત અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા બનનાર ફ્રેન્કલિન રૂઝવેલ્ટ એવા એકમાત્ર પ્રમુખ છે કે જેણે બાર વર્ષ સુધી આ ગૌરવવંતો હોદ્દો શોભાવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે અમેરિકાના નૌકાદળના મદદનીશ સચિવ તરીકે ફ્રેન્કલિન રૂઝવેલ્ટે યુરોપનાં યુદ્ધમેદાનોનો પ્રવાસ કર્યો; પરંતુ ૧૯૨૧ના ઑગસ્ટમાં રૂઝવેલ્ટને લકવો થતાં ગરમ પાણીના ઝરામાં તરવા માટે જવું પડતું. એ સમયે આવા ગરમ પાણીના ઝરાનો લાભ લકવા ધરાવતા ગરીબ દર્દીઓને મળતો નહોતો, તેથી ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ગરમ પાણીના ઝરા ખરીદી લીધા અને ઘણાં વર્ષો સુધી દર્દીઓને ઓછા ખર્ચે સારવારની સગવડ કરી આપી. ધીરે ધીરે તબિયતમાં સુધારો થતાં રૂઝવેલ્ટે રાજકારણમાં પુનરાગમન કર્યું. ૧૯૨૮માં અને ૧૯૩૦માં ન્યૂયૉર્કના ગવર્નર તરીકે ચૂંટાયા. એ પછી ડેમોક્રેટિક પક્ષ તરફથી પક્ષાઘાતની અસર ધરાવતા રૂઝવેલ્ટ ૧૯૩૨માં પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહ્યા અને ૧૯૩૩માં માર્ચ મહિનામાં પુનઃ પ્રમુખ બન્યા. જીવનનું જવાહિર ૧૧Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 82