Book Title: Jivan Safalya Darshan
Author(s): Ramchandrasuri
Publisher: Jain Pravachan Pracharak Trust

View full book text
Previous | Next

Page 7
________________ “શ્રી જિનવાણું પ્રચારક ગ્રન્થમાળા” તરફથી અગાઉ જાહેરાત કર્યા મુજબ તેના પ્રથમ તબકકામાં પ્રગટ કરવા ધારેલાં ચાર પુસ્તકોમાંથી આ બીજું પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે. જે કે ધારેલી સમય મર્યાદામાં અમે આ પુસ્તક પ્રકાશિત કરી શકયા નથી અને અનેક જિજ્ઞાસુઓને ઘણા સમય સુધી પ્રતીક્ષા કરાવવી પડી છે. તે બદલ અમે જરૂર દિલગીરી અનુભવીએ છીએ, તેમ છતાં, વર્તમાનની અનેક મુશ્કેલીઓને ધ્યાનમાં લેતાં નિર્ધારિત સમયમાં કઈ પણ કાર્ય પાર પાડવું કેટલું કઠિન છે, તે સૌ કોઈને અનુભવની વાત છે. આમ છતાં નક્કી કર્યા મુજબ પ્રથમ ચાર પ્રકાશને લગભગ નિણીત સમય મર્યાદામાં પ્રકાશિત કરવા હજી પણ અમે આશાવાદી છીએ. આ પ્રસ્તુત પુસ્તક અંગ વિ. સં. ૧૯૮૬ ની સાલમાં શાહ ફકીરચંદ મગનલાલ બદામીએ સુરતથી પ્રકાશિત કરેલ “જૈન પ્રવચન” ભાગ-પહેલે; પુસ્તકમાં જે ૧ થી ૩૮ વ્યાખ્યાને છપાયેલાં છે, તેમાંથી ૧થી ૨૧ વ્યાખ્યાન જરૂરી સુધારા-વધારા સાથે આ “જીવન સાફલ્યદર્શન–૧” માં પ્રકાશિત થાય છે. બાકીનાં વ્યાખ્યાને બીજા ભાગમાં પ્રકાશિત થશે. આ પુસ્તકના પૃષ્ઠ ૨૩૨ ઉપ૨ સત્તરમાં વ્યાખ્યાનમાં “જેનોના ઘેર પણ દારૂના શીશા અને ઈંડા ચટણની જેમ ખવાય છે”એ વાકય છે, તે વાકયને તેના પૂર્વાપર સંબંધથી છૂટું પાડીને કેટલાક વિરોધી તત્વેએ તે સમયે જે ખેટો ઉહાપોહ જગાડેલે તે અંગે તે સમયે જામનગરમાં પૂ. સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજાએ આપેલ વ્યાખ્યાન અને તેઓશ્રીની નિશ્રામાં જે ઠરાવ થયેલ છે તથા તે સમયના સાક્ષના તે અંગેના અભિપ્રાય આ પુસ્તકમાં પરિશિષ્ટ ૧ તથા ૨ તરીકે જુદાં મૂકવામાં આવેલ છે. “જૈનપ્રવચન” ભાગ–પહેલે; પુસ્તકમાં “વસ્તુનિર્દેશ હેડીંગનીચે જે પ્રસ્તાવના મૂકી છે તે જ પ્રસ્તાવના તે સમયની પરિસ્થિતિ તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 348