Book Title: Jivan Safalya Darshan Author(s): Ramchandrasuri Publisher: Jain Pravachan Pracharak Trust View full book textPage 6
________________ પ્રકાશકીય : અનંત ઉપકારી, મહાપુરુષોએ જીવને મેક્ષ પ્રાપ્તિ માટે જે ચાર અંગોની દુર્લભતા ફરમાવી છે તેમાંનાં પ્રથમ અંગ સ્વરૂપ મનુષ્યપણાની પ્રાપ્તિ થયા બાદ, એ મનુષ્યપણાને સફળ કરવા માટે બાકીનાં ત્રણ અંગેની મહત્તાને વિશદરીતે સ્પષ્ટ કરતાં પ્રવચનેના સંગ્રહને “જીવન સાફલ્ય દર્શન–બે વિભાગમાં પ્રગટ કરવાનું નક્કી કરેલું, તે મુજબ તેને આ પ્રથમ ભાગ પ્રગટ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી જિનશાસનના પાયા રૂપ “સમ્યકત્વ આજે બહુ જ વિસરાતું જાય છે. ધર્મ કિયાઓ જે પ્રમાણમાં થાય છે, તે પ્રમાણમાં એ ધર્મ ક્રિયાઓના રહસ્યને હૃદયમાં ન ઠસાવાય, તે પરિણામે એ શુભક્રિયાઓ પણ તથા પ્રકારનું ફળ આપનારી નિવડતી નથી, એ નિર્વિવાદ સત્ય છે. પૂજ્યપાદ પ્રવચનકારશ્રીની દેશને સમ્યક્ત્વની પ્રાપ્તિ તથા પ્રાપ્ત સમ્યકત્વના સ્થિરીકરણ માટે ભારે આલંબન રૂપ છે. સમ્યક્ત્વ એ ધર્મનું મૂળ છે. તેઓશ્રીનાં પ્રવચનેને મુખ્ય વનિ એ છે કે-“મૂળને મજબૂત બનાવે; એટલે કે સમ્યકત્વને સુદઢ બનાવે. મૂળ સડી જાય ત્યાં સુધી બેદરકાર રહી કુલ અને ફલના વ્યાહમાં ન દોડે. સડેલા મૂળવાળા વૃક્ષનાં ફુલ અને ફળ સડેલાં હોય છે. ઝેરી હોય છે. એનાથી પિષણને બદલે શેષણ થાય છે. અંતે નાશ પણ થાય છે. આજની ઘણી ધમાલેના મૂળમાં પણ એ જ કારણ રહેલું છે. જેટલા પ્રમાણમાં ધર્મકિયાએ થાય છે તેટલા પ્રમાણમાં તેના ઉદ્દેશ સુધી પહોંચી શકાતું નથી. એટલે જે આપણે જૈન તરીકેના જીવનને સુચારૂ બનાવવું હોય તે સમ્યકત્વની પ્રાપ્તિ તથા તેને સ્થિરીકરણના પ્રશ્નને પ્રયત્નશીલ બનવું અતિ જરૂરી છે અને એ પ્રયત્નોને વેગવાન બનાવનાર આવા આત્મહિતકર કલ્યાણકારી સાહિત્યને વધુને વધુ પ્રચાર થાય એ અત્યંત જરૂરી છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 348