________________
- જિનતત્વ
તરત નજરે પડે છે. પરંતુ મન અને આત્માના રોગનાં ચિહ્નો જણાતાં વાર લાગે છે. ક્યારેક જણાતાં પણ નથી. વળી તેના ઉપચારો પણ સૂમ હોય છે અને તેનું પરિણામ ક્યારેક વિલંબિત હોય છે.
રેગના નિરાકરણ માટે દર્દીએ પિતાની વાત પ્રામાણિકપણે કહી દેવી જોઈએ. એથી દાક્તરને નિરાકરણ કરવામાં અનુકૂળતા રહે છે. જે તે છુપાવે તે કેટલીક વાર ઉપચાર ઊંધા પણ પડે.
પ્રાચીન સમયનું એક સરસ દ્રષ્ટાંત છે. એક તાપસ વનમાં ખૂબ તપશ્ચર્યા કરતો અને ફળફળાદિ ખાઈને પિતાનો નિર્વાહ કરતે. એક દિવસ એક સ્થળેથી બીજે
સ્થળે એ જતો હતો એવામાં એને કકડીને ભૂખ લાગી હતી; પરંતુ આસપાસ ક્યાંય કશું ખાવાનું મળ્યું નહિ. એમ કરતાં કરતાં તે એક નદી પાસે આવ્યો. તેની ભૂખ વધી ગઈ હતી. એણે કેટલાક માછીમારોને નદીમાંથી માછલી પકડતા જોયા. માછીમારો પછી માછલી રાંધીને ખાવા બેઠા. તાપસને બહુ ભૂખ લાગી હતી. તાપસ માત્ર ફળીહાર કરતો હતો, પરંતુ ભૂખ બહુ લાગી હતી એટલે માછીમારોએ આપેલી માછલી એણે પેટ ભરીને ખાધી.' પરંતુ એણે પહેલાં ક્યારે ય માછલી ખાધી નહોતી. એટલે અજીર્ણના દેશને કારણે એને તાવ ચડ્યો. આશ્રમમાં એ પહોંચે ત્યારે એની તબિયત ઘણી બગડી ગઈ દે કરેલા સામાન્ય ઉપચારાની કંઈ અસર ન થઈ, કારણ કે